Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જૂનાગઢ જેલમાંથી વચગાળા જામીન મેળવી ફરાર થયેલ આરોપી ગીર ગઢડાના સનવાવ ગામેથી ઝડપાયો

જૂનાગઢ તા. ૬  : પેરોલ ફર્લોસ્કોડ ના  પો.સબ.ઈન્સ.એસ.એન. ક્ષત્રિય  તથા એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા,  પો.કોન્સ પ્રકાશભાઈ અખેડ પો કોન્સ દિનેશભાઇ છૈયા પો કોન્સ સંજયભાઈ ખોડભાયાની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા  પોલીસ સ્ટેશનોમા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી આરોપીઓને પકડવા સારૂ  બાતમી રાહે હકિકત મળેલ કે જૂનાગઢ   જેલમાંથી ૬ માંથી પહેલા એ ડીવીઝન પોસ્ટે. ગુ.ર.ન.૨૭૩/૨૧ પ્રોહી.૬૫(એ) ના  કામે જૂનાગઢ જેલ મા સજા ભોગવતા કાચા કામના કેદી કાદર રોશન મકરાણી ઉ.વ.૪૫ રે.જમાલ વાડી જુનાગઢ વાળો ગઇ તા.૧૫/૦૮/૨૧ ના રોજ વચગાળાના જમીન મેળવી  મુદત પુરી થયે  જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઇ પોતાની મેળે બારોબાર ફરાર થઇ ગયેલ હોય મજકુર આરોપી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે હાલ ગીર ગઢડા તાલુકા ના સનવાવ ગામે હોય તપાસમા રહેતાં મજકુર આરોપી ત્યાથી મળી આવતા હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ  જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.

(12:49 pm IST)