Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વિસાવદર મીટરગેજ ટ્રેનનું સ્ટેશન જૂનાગઢમાં બારોબાર ગ્રોફેડે ફેરવાશે તો 'ટીમ ગબ્બર'નું એલાને-જંગ : ચારેકોર ભભૂકતો રોષ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૬ : પ્રજાકીય પશ્નેે સતત સક્રિય રાજયકક્ષાની લડાયક સંસ્થા 'ટીમ ગબ્બર' વિસાવદર મીટરગેજ ટ્રેનનું જૂનાગઢ શહેરની બારોબાર નિર્જન જેવા સ્થળે ગ્રોફેડ નજીક સબ સ્ટેશન ઉભું કરવાની રેલ્વે વિભાગની પેરવી સામે મેદાને આવેલ છે અને લોકશાહી ઢબે એલાને-જંગની જાહેરાત કરેલ છે. આ મુદ્દે ચારેકોર રોષ ભભૂકી રહ્યો છે. 'ટિમગબ્બર' ના સ્થાપક કે.એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોષીએ  મુખ્યમંત્રીશ્રી, જનરલ મેનેજર રેલ્વે,વડાપ્રધાન   રેલવેમંત્રી વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે,વિસાવદર-જૂનાગઢ મીટરગેજ ટ્રેન વર્ષોથી ચાલે છે આ ટ્રેનનું સ્ટેશન વર્ષોથી જુનાગઢ આવેલ છે અને તે ૧૧૦ વર્ષ ઉપરાતથી આવેલ છે.

જૂનાગઢ શહેરને ફાટક મુકત બનાવવાના ઓઠા તળે ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજાની તો ઐસીતૈસી જેવા ઘમંડ સાથે વિસાવદર મીટર ગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફેડે જ રોકી ત્યાં જ સ્ટેશન ઉંભુ કરવાનો કારસો કરવાનો મુદો અમો ટિમ ગબ્બરના ધ્યાને આવેલ છે ત્યારે આ બાબતે વિસાવદર, તાલાલા,ઉના,વેરાવળ, સહિતના તથા અમરેલી જુનાગઢ જિલ્લાના ધારાસભ્યો તથા વિવિધ પક્ષના લોકો દ્વારા આ બાબતે ઉગ્ર વિરોધ કરવામાં આવેલ હોય અને રેલ્વે દ્વારા બોલાવાયેલ બેઠકનો બહિષ્કાર કરી આ પ્રશ્ર પ્રચંડ જનઆંદોલન જગાવવાની તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે  વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી ટ્રેનોનુ સ્ટેશન ગ્રોફેડે ઉંભુ કરવા સામે જનતાને વાંધો હોય,વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનો વર્ષોથી જૂનાગઢ શહેરના એકમાત્ર રેલ્વે સ્ટેશન પરથી જ આવજા કરે છે,વળી જૂનાગઢ-વિસાવદર વચ્ચે માત્ર સવાર-સાંજ બે જ ટાઇમ ટ્રેન દોડે છે.આશ્ચર્યજનક બાબત એ છે કે, રેલ્વેએ ફાટક મુકત શહેર બનાવવા અંડરબ્રીજ-ઓવરબ્રીજ કે,અન્ય કોઇ વિકલ્પ વિચાર્યા વિના પ્રજાની જાન-માલ-સુવિધાની લેશમાત્ર પરવા કર્યા વિના જૂનાગઢ શહેરની બારોબાર નિર્જન જેવા સ્થળે વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનો માટેનુ નવુ સ્ટેશન ઉંભુ કરવાનુ વિચાર્યુ જેના સામે પ્રજામાં ભારે રોષ ઉંઠ્યો છે.વિસાવદર મીટરગેજ ટ્રેન હાલ જૂનાગઢના મુખ્ય સ્ટેશન સુધી જઇ રહી છે જેથી ત્યાંથી જ આગળની ટ્રેનો મળી શકે છે,સહેલાઇથી સમયસર પહોંચી સલામત રીતે બીજી ટ્રેનો પકડી શકાય છે,પરંતુ જો ગ્રોફેડે સ્ટેશન ઉંભુ કરાય તો અબાલ-વૃદ્ધ-મહિલાઓ-બાળકો સહિતના મુસાફ્રરોએ છેક ગ્રોફેડેથી મુખ્ય રેલ્વે સ્ટેશન પર પહોંચતા અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનોઅમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાના મુસાફરોને સ્પર્શતી સુવિધા છે તેથી સ્ટેશન નહિ ફેરવવા અમારી માંગણી છે.ટીમ ગબ્બરની રજુઆત લાગુ પડતી કચેરી ખાતે પહોંચાડી અને રજુઆત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ ઙ્કનાગરિક અધિકાર પત્રઙ્ખ અન્વયે નિયત સમય મર્યાદામાં  ટીમ ગબ્બરને  પહોંચાડવા ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ તાકીદ કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,વિસાવદર તરફથી જૂનાગઢ જતી ટ્રેનોનું હાલનુ જૂનાગઢનુ સ્ટેશન સ્થળાંતર કરી ગ્રોફેડે લઇ જવાનો ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા,ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર,શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ,સમભાવ મિત્ર મંડળના પ્રમુખ  ઇલ્યાસભાઇ ભારમલ,વિશ્વ હિંદુ પરિષદના જે.પી.છતાણી,શહેર ભાજપના અગ્રણી હિંમતભાઇ નાનજીભાઇ દવે,જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જીતુભાઇ ધીરૂભાઇ રિબડીયા,લાયન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઇ રાદડીયા સહિતના આગેવાનો તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉગ્ર વિરોધ કરેલ છે અને આ પ્રશ્ને જોરદાર અહિંસક  લડત આપવાની જાહેરાત કરેલ છે.

કોર્ટ ર્બિલ્ડિંગમાં વધુ એક માળની રજુઆત સંદર્ભે તંત્રની ઉપેક્ષા

વિસાવદર :વકીલ મંડળ તથા ટિમ ગબ્બર સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી કોર્ટ બિલ્ડીંગ અંગે લેખીત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ હતી અને વિસાવદર કોર્ટ બિલ્ડિંગમાં હયાત માળ ઉપર વધારાનો એક માળ કરવા માટે કાયદા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં નવા કામ તરીકે રૂ.૬૩.૧૪ લાખની જોગવાઇ કરવા છતાં અને આ બાબતે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા તેમની કચેરીના જાવક નંબર ક્રમાંકઃપ્રમુમક-૧૦૨૦૨૧-૦૯-ગ-૧ થી તા ૦૮/૦૬/૨૦૨૧ના રોજ પત્રથી જાણ કરેલ હોવા છતાં તથા મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી પણ પત્ર નંબર ૅંમુમક/રજી/ ૨૦૨૧/૧૫૭૪૦ તા.૧૨/૦૪/૨૦૨૧થી પત્ર લખી જાણ કરેલ હોવા છતાં પણ આર.એન્ડ બી તરફથી કોઇ કાર્યવાહી થતી ન હોવાનો ટીમ ગબ્બર દ્રારા આક્ષેપ કરવામાં આવેલ છે.વિસાવદર કોર્ટ બિલ્ડિંગમાં ફસ્ટ ફ્લોર ઉપર જે રીતનું બાંધકામ છે તેવી જ રીતનું બાંધકામ કરવા ડિસ્ટ્રિકટ જજ તથા વિસાવદરના સિવિલ જજ દ્રારા પત્રો લખવા છતાં પણ તંત્ર દ્વારા ઉપેક્ષા સેવાય છે.એક વર્ષ જેવો સમય થવા છતાં મુખ્યમંત્રી કે કાયદા સચિવના હુકમનો સરેઆમ ઉલાળીયો થતો હોય તે રીતે કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નહિ હોવાનો આક્ષેપ ટિમ ગબ્બરના ગુજરાતના એડવોકેટો કાંતિભાઈ ગજેરા તથા નયનભાઈ જોષીએ સયુંકત યાદીમાં જણાવ્યું છે.

સરકારી હોસ્પિટલ/આરોગ્ય કેન્દ્રોમાં દવાનો સ્ટોક ઓનલાઇન પ્રદર્શિત કરવા રજુઆત

વિસાવદર :ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કે.એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદર સ્થાનિક એડવોકેટ નયનભાઇ જોશીએ કેન્દ્રીય આરોગ્યમંત્રી,મુખ્યમંત્રી,

આરોગ્યમંત્રી,કલેકટર,જૂનાગઢ વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે,ગુજરાતના અનેક નાના તાલુકા મથકોમાં તથા ગ્રામ્ય વિસ્તારો સરકારના અનેક પ્રયત્નો કરવા છતાં દવાઓનો પર્યાપ્ત સ્ટોક મળતો નથી અને તેના કારણે ગુજરાતની પ્રજાને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘાભાવની દવાઓ તથા અન્ય વસ્તુઓ ખરીદવા ફરજ પાડવામાં આવે છે નાના સેન્ટરોમાં દવા તથા અન્ય જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ સમય સર પુરી પાડવામાં આવતી ન હોવાની અનેક ફરિયાદો આવી છે ત્યારે આ સંવેદનશીલ સરકાર દ્વારા દરેક સરકારી હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક ઓનલાઇન મુકવામાં આવે અને ઓનલાઇન જ દવાઓની ડીમાન્ડનું પત્રક મુકવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો ઘણી સરળતા ઉપલબ્ધ થઈ શકે તેમ છે અને જો આમ થાય તો ગામડાના છેવાડાના માણસની ખરેખર આરોગ્યને લગતી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય અને કોઈ સરકારી દવાખાના દ્વારા ઓનલાઇન ડિમાન્ડ કરેલી ચીજવસ્તુઓ તથા દવાનો સ્ટોક સીધો જ દવાની કંપની દ્વારા જે તે સરકારી હોસ્પિટલમાં મોકલી શકાય ઉપરાંત દરેક દવાખાનામાં દરરોજની વપરાયેલ દવાઓની વિગતો પણ ઓનલાઇન મુકવામાં આવે તો ખરેખર સ્ટોક કે જરૂરિયાત અંગેની વીગતો ડાયરેકટ સરકાર પણ જોઈ શકે અને ક્યાં કઈ જગ્યાએ કઈ દવાનો સ્ટોક ઓછો થયેલ અને કેટલા સ્ટોકની ખરેખર જરૂરિયાત છે તે હકીકત સરકારના ધ્યાને પણ આવી શકે અત્યારના આ ડીઝીટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી સરળતા ઉભી થઇ શકે તથા ગુજરાતની જનતાને ખરા અર્થમાં સેવા કરી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી શકાય અને નાના સરકારી દવાખાનામાં પણ પૂરતો દવા તથા અન્ય સ્ટોક ઉપલબ્ધ કરાવી શકાય તેમજ દરેક દવાખાનામાં દર્દીઓના કેસોમાં તેને ક્યાં પ્રકારની દવા કેટલી અપાયેલ છે તેની વીગતો તથા રજીસ્ટર મેન્ટેન કરવામાં આવે તેવી ટિમ ગબ્બરની રજુઆત છે.

શાળા વિદ્યાર્થીઓને રસીકરણ

વિસાવદર :સ્વામિનારાયણ ગુરૂકુળના ૧૫થી ૧૮ વયના  ૩૦૦  કિશોરોને કોવેકસીન રસીનો પ્રથમ  ડોઝ આપવામાં આવ્યો હતો.ગુરૂકુળના પૂ.મુકુંદસ્વામી,માનવસેવા સમિતિના પ્રમુખ રમણિકભાઇ દુધાત્રા, જીતુભાઈ ડોબરીયા , રમણિકભાઇ માંગરોળિયા, સતાસીયા ,શિલ્પાબેન બાખલખિયા,વિપુલભાઇ વેકરીયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સંચાલન સરવૈયાએ કર્યું હતું કેમ્પ માં   આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

કાલસારીમાં ફિલ્મનુ શૂટિંગ

વિસાવદરઃગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી ફિલ્મનુ વિસાવદર તાલુકાના કાલસારી ગામે ગુજરાતી ફિલ્મ-ભાંડના શૂટિંગ કરાયું હતું. આ ફિલ્મમાં હીરો તરીકે સચિન રાવળ અને હિરોઇન તરીકે આશા પંચાલ ભૂમિકા ભજવી રહ્યા છે.એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેકટર સી.આર.જોધાણીના વરદ હસ્તે આ ફિલ્મનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ.કાલસારી ગામના સરપંચ હરેશભાઇ પાટડીયા,સભ્યશ્રી પીયૂષભાઈ ઢોલરીયા ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહી તમામ ફિલ્મના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

(12:48 pm IST)