Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જુનાગઢમાં ફલીપ કાર્ટમાંથી ગ્રાહકોએ મંગાવેલ રૂ. ૪.૭૯ લાખનાં મોબાઇલની ચોરી

ઇકોર્ટ હબ સેન્ટરનાં ડીલેવરી બોય સામે ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬: જુનાગઢમાં ફલીપ કાર્ટમાંથી ગ્રાહકોએ મંગાવેલ રૂ. ૪.૭૯ લાખની કિંમતનાં ૩૭ મોબાઇલ  ફોનની ચોરી ઇકોર્ટ હબ સેન્ટરનાં ડીલેવરી બોયે કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં મોતીબાગનાં ગેઇટ નં. બે સામે ફલીપકાર્ટ ઓનલાઇન ખરીદી કંપનીનું ઇકાર્ટ હબ સેન્ટર આવેલ છે.

અહિં ફલીપકાર્ટમાંથી અલગ અલગ ગ્રાહકોએ રૂ. ૪,૭૯,ર૩૦ ની કિંમતના ૩૭ મોબાઇલ ફોન મંગાવેલા જે અમદાવાદથી જુનાગઢ હબ સેન્ટર ખાતે આવેલ.

પરંતુ શોર્ટીંગ સમયે ૪પ ડીલેવરી બોયમાંથી કોઇએ આ મોબાઇલ ફોન ચોરી લીધાં હોવાની ફરીયાદ ગત રાત્રે અમરદિપસિંહ ઝાલાએ કરતાં જુનાગઢ સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. જે. આર. વાજા ચલાવી રહ્યા છે.

(1:08 pm IST)