Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જુનાગઢ સહિત સોરઠમાં ઝાકળવર્ષા-ગુલાબી ઠંડી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. આજે સવારના જુનાગઢ સહિત સોરઠમાં ઝાકળવર્ષા થતા વાતાવરણ આહલાદક થઇ ગયું હતું.

સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાતા માત્ર ગુલાબી ઠંડી જ અનુભવાઇ હતી.

પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેતા સવારના જોરદાર ઝાકળ વર્ષા થઇ હતી અને ધુમ્મસ પણ છવાય ગયું હતું.

(12:46 pm IST)