Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

નિવૃત થયેલા ફૌજીનું માદરે વતન જેતલસરમાં દબદબાભેર સ્વાગત

(કુલદીપ જોશી દ્વારા) જેતલસર, તા.૬: આસામ દહેરાદુન જેવા સેન્ટર પર હવાલદાર તરીકેની ફરજ બજાવીને નિવૃત થયેલા મૂળ અકાળા ગામના હાલ વર્ષોથી જેતલસર ગામે રહેતા અરવિંદભાઈ ભીખાભાઈ મકવાણા નામના ફોજીનું આજે જેતલસરમાં દબદબાભેર સ્વાગત કરાયું હતું.

ભારત માતાકી જય, હમારા જવાન સબસે બલવાન, ભારતીય જવાન કા માતૃભૂમિ મેં સ્વાગત હૈ. જેવા સૂત્રોચાર વચ્ચે ફોજી અરવિંદ મકવાણાનું ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. માતૃભૂમિમા અરવિંદ મકવાણા નું સ્વાગત કરાયું ત્યારે તેમની સાથે નિવૃત્ત્। ફોજી તરીકે જીવન જીવી રહ્યા છે તેવા માલદે રામભાઈ મેર પણ તેમના સ્વાગત સરદ્યસમાં જોડાયા હતા.

(12:46 pm IST)