Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જૂનાગઢની મહિલાને ખરાબ મેસેજ અને ફોન કરનારને પોલીસે શોધી કાઢતા ટેનએજર નિકળ્યો !!

જૂનાગઢ તા. ૬ : કડીયાવાડ વિસ્તારમાં સંયુકત કુટુંબમાં રહેતી સંસ્કારી મહિલા રાધાબેન (નામ બદલાવેલ છે...)ના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા નમ્બર ઉપરથી અજાણ્યા માણસ દ્વારા વોટ્સએપ ઉપર ખરાબ મેસેજ અને ફોન કોલ કરવાનું ચાલુ થયુ હતું. મહિલા દ્વારા પ્રતિસાદ નહીં આપતા, મહિલા વાત કે મેસેજ નહીં કરે તો, તેની નાની દીકરી ઉપર અસર થવાની પણ શકયતા હોવાનું જણાવતા, સંયુકત કુટુંબમાં રહેતી મહિલા રાધા દ્વારા પોતાના પતિને જાણ કરી, બંને પતિ પત્ની ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, ગભરાયેલા સ્થિતિમાં સમગ્ર હકીકત જણાવેલ હતી.

આવા કિસ્સામાં આબરૂદાર મહિલાઓની માનસિક સ્થિતિ ખરાબ થઈ જતી હોવાના ઘણા કિસ્સાઓ બનતા હોય, તાત્કાલિક ટેકિનકલ સેલ આધારે માહિતી મેળવી,  એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પો.સબ ઈન્સ. એ.કે.પરમાર, સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, માલદેભાઈ, પ્રવીણભાઈ, ટીમના પો.કો. સંજયભાઈ, મહિલા પોલીસ કર્મી ગીતાબેન, જયોત્સનાબેન, શાંતિબેન,  સહિતની ટીમ દ્વારા મહિલાને મદદ કરી, તપાસ હાથ ધરવામાં આવતા, યુવક સગીર હોઈ અને ધોરણ ૧૨ મા અભ્યાસ કરતો હોય, ગણતરીના કલાકોમાં ટીન એજર યુવક પોતાના કુટુંબીજનો સાથે અને વકીલ મિત્ર સાથે જૂનાગઢ પોલીસ સમક્ષ રજુ થઈ અને ભૂલનો સ્વીકાર કરી, ભવિષ્યમાં આ મહિલાને તો નહીં પણ કોઈપણ  સ્ત્રીને મેસેજ કે ફોન નહીં કરવાની વાત કરતા, મહિલા અને તેના કુટુંબીજનોએ પણ હાશકારો અનુભવેલ હતો....ં 

જૂનાગઢ પોલીસની ટીમ દ્વારા માહિલાને મદદ કરવા વગર કાગળ તાત્કાલિક સાહિષ્ણુતાભરી કાર્યવાહી હાથ ધરી, જૂનાગઢ પોલીસની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મહિલાને પજાવતા ટીન એજરને શોધી કાઢેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા જુનાગઢ પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. મહિલાના પરિવારજનો દ્વારા ટીન એજર દ્વારા ભૂલ સ્વીકારેલ હોઈ, યુવકના અભ્યાસને ધ્યાનમાં રાખી, ફરિયાદ કરવાનું ટાળેલ હતું.

આજના આધુનિક સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાના ગેર ઉપયોગનો નાની ઉંમરના તરુણો ઉપર કેવી વિપરીત અસર લાવે છે...? તેં બાબતને ઉજાગર કરતો આ કિસ્સો સમાજના બાળકો અને તેના કુટુંબીજનો માટે લાલબત્ત્।ી સમાન સાબિત થયેલ છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક  રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા મહિલાને મદદ કરી, તેને પજાવતા યુવકને શોધી, સુરક્ષા સાથે સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

(1:00 pm IST)