Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોરબીના સેવાસદનમાં આધારકાર્ડ સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા

સરકારની ગાઈડલાઈનનું સરકારી કચેરીમાં જ પાલન નથી થતું.

મોરબી : કોરોના મહામારીને પગલે સરકારે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો બનાવ્યા છે અને જાહેરનામાં મારફત નિયમોની ચુસ્ત અમલવારી માટે પણ કામગીરી કરવામાં આવે છે ત્યારે સરકારના નિયમોનું સરકારી કચેરીમાં જ પાલન થતું નથી મોરબીના તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળે છે

મોરબીના તાલુકા સેવા સદનમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ કઢાવવા માટે પ્રતિદિન નાગરિકોની લાંબી લાઈનો જોવા મળતી હોય છે આધાર કાર્ડ કઢાવવા માટે નાગરિકોનો વધુ ઘસારો રહેતો હોય છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થતું નથી હાલ કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સરકારી કચેરીમાં જ નિયમોનો ભંગ જોવા મળે છે અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનો સરેઆમ ભંગ થઈ રહયો છે.
સેવા સદનમાં એક જ આધાર કાર્ડ સેન્ટર હોવાથી ટ્રાફિક વધુ રહે છે જેથી તંત્ર તાત્કાલિક બીજું સેન્ટર ખોલે તો ટ્રાફિક ઘટી સકે છે તેમ સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલની યાદીમાં જણાવ્યું છે

(12:13 pm IST)