Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં ભાજપને પુરા ઉમેદવારો ના મળ્યા ?

ચાર બેઠકો માટે ભાજપના એક જ ઉમેદવાર મેદાનમાં વેપારી પેનલની ત્રણ બેઠકો ચુંટણી પૂર્વે જ બિનહરીફ.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આગામી તા. ૧૧ ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ચુંટણી પૂર્વે જ કોંગ્રેસ પ્રેરિત વેપારી પેનલનો ત્રણ બેઠક પર વિજય થયો છે વેપારી પેનલની ચાર બેઠકો માટે ભાજપ તરફથી એક જ ઉમેદવાર ચુંટણી જંગમાં કુદતા ત્રણ બેઠકો બિનહરીફ થઇ છે 
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમયગાળો વીત્યા બાદ હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે ત્યારે યાર્ડની ચુંટણીમાં ભાજપને વેપારી પેનલમાં પુરા ઉમેદવારો ના મળ્યા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે વેપારી પેનલમાં ચાર બેઠકો હોય જેમાં કોંગ્રેસ તરફથી ચાર ઉમેદવારો મેદાનમાં છે તો ભાજપમાંથી ઝાલા શક્તિસિંહ દેવેન્દ્રસિંહ એમ એક જ ઉમેદવાર મેદાનમાં છે જેથી ત્રણ બેઠકો પર કોંગ્રેસનો બિનહરીફ વિજય નક્કી છે તો કોંગ્રેસમાંથી ચાર ઉમેદવાર ચૌધરી મોહયુદીન હુશેનભાઈ, પરાસરા મોહમદ રફીક ઉસ્માનભાઈ, બાદી મો. નિસાર ઈસ્માઈલભાઈ અને મેઘાણી અશ્વિનભાઈ નવઘણભાઈ મેદાનમાં છે
તે ઉપરાંત ખરીદ વેચાણ વિભાગમાં કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ અને બાદી અલીભાઈ મામદભાઈ વચ્ચે જંગ જામશે તા. ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી સાંજે ૫ સુધી મતદાન યોજાશે અને તા. ૧૨ તારીખે મત ગણતરી થશે.

(12:12 pm IST)