Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોરબીમાં કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ બેઠકમાં ત્રણેય વિધાનસભા બેઠક પર વિજયનો સંકલ્પ કરાયો .

મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ રાજુભાઈ આહિરની અધ્યક્ષતામાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના ઓ.બી.સી ના ૫૦ જેટલા નવા હોદેદારોને નિમણુકો આપવામાં આવી હતી
આ તકે મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કણઝારીયા, વિનોદભાઈ ડાભી, રમેશભાઈ રબારી, તેમજ મનસુખભાઇ વાઘેલાએ હાજરી આપી હતી.
જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણી આવી રહી છે તેમા મોરબી જિલ્લામાં ત્રણેય બેઠકો ઉપર કૉંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ ગુજરાતમાં કૉંગ્રેસ સતા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનામાં અવસાન પામેલા દર્દીના પરિવારજનોને રૂ ૪ લાખની સહાય આપવામાં આવશે

(12:10 pm IST)