Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોરબી જીલ્લામાં કોરોનાના વધુ ૨૫ કેસ નોંધાયા : એક્ટીવ કેસનો આંક ૮૮ થયો

મોરબીની નિર્મળ વિધાલયની એક વિદ્યાર્થીની પણ કોરોના સંક્રમિત

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં પ્રતિદિન અસાધારણ ઉછાળો આવી રહ્યો છે જેમાં આજે વધુ ૨૫ નવા કેસો નોંધાયા છે
મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૫ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૨ અને શહેરી વિસ્તારમાં ૧૮ નવા કેસ નોંધાયા છે તે ઉપરાંત ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં નવા ૦૪ કેસ નોંધાયા છે તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ નવો કેસ નોંધાયો છે જીલ્લામાં નવા ૨૫ કેસ નોંધાયા છે જેમાં મોરબીની નિર્મળ વિધાલયની એક વિદ્યાર્થીની પણ કોરોના સંક્રમિત હોવાનું ખુલ્યું છે.

(12:08 pm IST)