Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોરબીની એલ ઈ કોલેજ દ્વારા વેક્સીનેશન ડ્રાઈવ ૨૨૦ થી વધુ વિધાર્થીઓએ લાભ લીધો.

મોરબી : સરકાર દ્વારા ૧૫ થી ૧૮  વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીની એલ ઈ કોલેજ (ડીપ્લોમાં) દ્વારા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું

 મોરબીની એલ ઈ કોલેજ દ્વારા કરવામાં આવેલ વેક્સીનેશન ડ્રાઈવમાં ૨૨૦ થી વધુ વિધાર્થીઓ તથા આસપાસના અન્ય ૧૫ થી ૧૮ વર્ષના બાળકો એ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈને સુરક્ષિત બન્યા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થા ની જીમખાના સમિતિ ના એસ.એ.વિડજા, આર.જી.ચાવડા, વાય. બી. સતાપરા તેમજ એચ. એ.ચનિયારા અને વુમન ડેવલપમેન્ટ સેલ ના એસ.કે.રાઠોડ દ્વારા સંસ્થાના આચાર્ય ડી.બી.વાગડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

(12:07 pm IST)