Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ભાવનગરમાં ગેસ લાઇન ફાટતા હિટાચીમાં આગ લાગીઃ નાસભાગ

ભાવનગર તા. ૬: ડ્રેનેજની લાઇનની કામગીરી દરમ્યાન ગેસ લાઇન ફાટતાં હિટાચીમાં આગ ભભુકી ઉઠતાં નાસભાગ મચી જવા પામી હતી.

વિગતો મુજબ ભાવનગરનાં સરદારનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ગેસની લાઇન લીકેજ થતાં અને સ્પાર્ક થતાં આગ લાગી હતી અને હિટાચી મશીન આગની ઝપેટમાં આવી જતાં જોત જોતામાં સળગી ગયું હતું. આ સમયે ડ્રાઇવર કૂદી જતાં તેનો બચાવ થયો છે આ બનાવથી આજુ બાજુમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ગુજરાત ગેસ કંપનીનાં સ્ટાફે સત્વરે ગેસ પુરવઠો બંધ કરવાનો હતો ફાયર બ્રિગેડનાં સ્ટાફે એક ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. બનાવથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ નાસભાગ મચી જવા પામી હતી.

(11:55 am IST)