Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વાંકાનેરમાં ભરશિયાળે પોષ મહિનામાં પણ ચોમાસા જેવા માહોલથી રોગચાળો વકરશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૬ :.. સંવત વર્ષનો પોષ મારા ચાલી રહ્યો છે. પોષ મહિનો એટલે શિયાળાનો ધોરી માસ ગણાય આ સમયે માત્ર કડકડતી ઠંડીનો માહોલ જ હોય પણ હાલ ભરશિયાળે ચોમાસા જેવો વિચિત્ર માહોલ જોવા મળી રહ્યો છે.

નજીકના ભૂતકાળ તરફ દ્રષ્ટિયાત કરીએ તો વિતેલા વર્ષ ર૦૧પ અને ર૦૧૬ માં ચોમાસાની વિદાય બાદ પણ ઓકટોબર સુધી માવઠાનો માહોલ જોવા મળેલો. વર્ષ ર૦૧૭ માં ડીસેમ્બરના પ્રારંભ સુધી, ર૦૧૮ માં ઓકટોબરના અંત ભાગ સુધી માવઠાવાળો માહોલ જોવા મળેલો. માત્ર મોડસૂન ર૦૧૯  માં અંગ્રેજી બદલાઇ ને ર૦ર૦ ના જાન્યુઆરીના મધ્ય સુધી અર્થાત મકર સંક્રાંતિના આગલા દિવસે બંગાળની ખાડીના ડીપ્રેશનને પગલે માવઠુ વરસેલુ પણ હાલના વર્ષમાં તો ચોમાસાની વિદાય બાદ પણ એક થી વધુ માવઠાઓના સતત અવતરણો ડબલ્યુ-ડી અર્થાત વેસ્ટર્ન ડીસ્ટર્બડસને પગલે જોવા મળી રહ્યા છે. વળી હાલ કોરોના કાળ હોઇ મુસીબતના આ અણધાર્યા કમોસમી માવઠાઓ આરોગ્ય માટે લાલબતી સમાન સાબીત થવાની વધુ ભીતિ સેવાઇ રહી છે.

વાંકાનેરમાં ગત રાત્રીએ તથા વહેલી સવારે માત્ર છાંટા વરસ્યા પણ આજ સવારથી કમોસમી ઝરમર વરસાદી માહોલ હજુયે આ લખાય છે. ત્યારે ૧૦ વાગ્યે પણ યથાવત જોવા મળી રહ્યો છે. આભમાં લવાયેલા ઘટાટોપ વાદળોને પગલે ભરશિયાળે ચોમાસુ માહોલની અનુભૂતિ થઇ રહી છે.

(11:54 am IST)