Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોટી પાનેલી : ડેન્ગ્યુના કેસ સામે નદીના પાણીમાં દવાનો છંટકાવ

મોટી પાનેલી,તા.૬ :  મોટી પાનેલીમાં કોરોનાં ની ત્રીજી લહેર વચ્ચે નદી કાંઠાના વિસ્તારમાં ડેન્ગ્યુ કેશના દર્દી ઓ સામે આવતા જિલ્લા પંચાયત સદસ્ય જતીનભાઈ ભાલોડીયાએ ગંભીરતા દાખવી છે. મોટી પાનેલી ગામમાંથી પસાર થતી ફુલઝર નદીમાં હાલ ચોમાસા વખતનું પાણી વહી રહ્યું હતું પરંતુ હવે ઉપરથી પાણીની આવક બંધ થઇ જતા પાણી સ્થિર અને ભરેલું રહેતું હોય નદીના પાણીમાં ડેન્ગ્યુ મચ્છર થવાની પ્રબળતા રહેલ હોય છે અને નદીના બન્ને કાંઠે લોકો વસવાટ કરી રહ્યા હોય સાથેજ નદીના પટાંગણમાં લોકોની આવન જાવન પણ રહે છે અને માલધારીઓ નું પણ આવજા થતું હોય છે નદીના પાણીના ખાડાઓ માં જયાં પાણી ભરાયેલું રહે છે ત્યાં આ ભયકંર મચ્છરની ઉત્પત્ત્િ। થાય છે અને નદી કાંઠાના વિસ્તારમાં થી જ ડેન્ગ્યુના કેશ આવતા આરોગ્ય વિભાગ ના સહકાર સાથે પોતાની ટીમના કિશોરભાઈ ભલાણી, જનક ધડુક, તા.પં.સભ્ય ઝાલાવડીયા, દિપક ભાલોડીયા, અમિતભાઇ ભાલોડીયા તેમજ અશોકભાઈ હદવાની સાથે મળીને ટ્રેકટરમાં દવાની ટકી ફિટ કરાવી સ્પ્રે પમ્પ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો. કોરોનાંની ત્રીજી લહેરમાં મોટી પાનેલીમાં કોરોનાં ના બે કેસ પણ આવી ગયેલ હોય લોકોમાં ભયનો માહોલ છે તેવામાં ડેંગ્યૂ મચ્છરના ત્રાસને લઈને થયેલી કામગીરી સરાહનીય છે.

(1:04 pm IST)