Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

૭૧ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનાં રાજકોટ લોધીકા તેમજ કોટડાસાંગાણી તાલુકાનાં રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ ર૦રરનું સમાપનઃ લાખાભાઇ સાગઠીયા-ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતિ

ખીરસરા : રાજકોટ ગ્રામ્ય ૭૧ વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની પ્રશિક્ષણ વર્ગના વાલી તરીકેના અધ્યક્ષ સ્થાને તેમજ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા રાજકોટ શહેર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય દંડક મુકેશભાઇ તોગડીયા રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ચેરમેન શ્રી જયેશભાઇ બોઘરા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાબુભાઇ નસિત કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઇ સાંઘાણી રાજકોટ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન ખુટ તેમજ મહિલા મોરચાના તમામ મહિલા હોદેદારો કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ તેમજ રાજકોટ લોધીકા તેમજ કોટડાસાંગાણી તાલુકાના ભાજપ મહામંત્રી ત્રણે તાલુકાના યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રી અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીઓ લઘુમતી મોરચા પ્રમુખ મહામંત્રીઓ મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ કિશાન મોરચા પ્રમુખ મહામંત્રીઓ ત્રણે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ રાજકોટ તેમજ લોધીકા તાલુકા પંચાયતના અધ્યક્ષો ગ્રામ પંચાયતના સરપંચ શ્રીઓ તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અપેક્ષીત કાર્યકરોની ઉપસ્થિતિમાં આ પ્રશિક્ષણ વર્ગમાં સાત સત્ર હતા જેમાં પ્રથમ સત્ર રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોઘરાના અધ્યક્ષ સ્થાને વકતા અશોકભાઇ પરવાડીયા વકતવ્ય ભાજપનો ઇતિહાસ અને વિકાસ બીજુ વકતવ્ય જેના વકતા ડો. દિપકભાઇ પીપળીયા વિષય આજના ભારતની મુખ્ય વૈચારિક ધારા આપણી વિચારધારા સત્ર ત્રણ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીની અધ્યક્ષતામાં વકતા મિલનભાઇ કોઠારી વકતવ્ય વિષય મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ સોસીયલ મીડીયાનો ઉપયોગ ચોથા સત્ર રાજકોટ ગ્રામ્ય ૭૧ વિધાનસભાના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાની અધ્યક્ષતા વકતા શ્રી અસલમભાઇ મલેક વિષય આપણી કાર્ય પધ્ધતિ સંગઠન સંરચનામાં આપની ભૂમિકા પાંચમું સત્ર રાજકોટ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન ખુટની અધ્યક્ષતામાં વકતા ચંદુભાઇ કચ્છી વિષય ર૦૧૪ નું બદલાતું ભારત આત્મ નિર્ભર ભારત સત્ર છઠ્ઠ રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયાની અધ્યક્ષતામા વકતા શ્રી ગોંડલ માર્કેટીંગ યાર્ડ ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા વિષય કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ અંત્યોદય આપણો પ્રયત્ન છેલ્લુ અને સાતમુ સત્ર રાજકોટ લોધીકા સંઘના ડીરેકટર ગૌરવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વકતા પ્રફુલભાઇ ટોળીયા શકિત કેન્દ્ર અને બુથમાં કરવાના કાર્યક્રમો આ તમામ વકતાઓએ પ્રશિક્ષણ વર્ગમાં પોતાના વકતવ્યો વર્ગમાં આવેલ કાર્યકરો સમક્ષ રજૂ કરેલ તેમજ કાર્યક્રમનું સંચાલન રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસિત તેમજ રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય જયેશભાઇ પંડિયાએ સંભાળેલ બે દિવસના પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં આમંત્રીત મહેમાનો પધારેલ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ પ્રસંગો પાત તેમની વાત કાર્યકરોને કહેલ તેમજ બીજા આમંત્રીત મહેમાન રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ પધારેલ તેમને પરીક્ષણ વર્ગ તેમજ સરકારની યોજનાઓ વિશે કાર્યકરોને સમજાવેલ તેમજ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા એ તેમનો વિષય રજૂ કરેલ તેમજ આમંત્રીત મહેમાનો રોકાણ અને જમવા માટેની વ્યવસ્થા રાજકોટ જીલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઇ લાખાભાઇ સાગઠીયા તેમજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના કાર્યાલયના રવિભાઇ જોષી તેમજ તેમના સાથી કાર્યકરોએ સંભાળી હતી. (તસ્વીર -અહેવાલઃ ભીખુપરી ગોસાઇ -ખીરસરા)

(11:52 am IST)