Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વોકળામાં સી.સી.વર્ક કરી રહેલ જામજોધપુર પાલીકાઃ કેવો વહીવટ?

જયાં રોડ બનાવવાની જરૂર છે તેના બદલે

જામજોધપુર, તા.૬: નગર પાલીકા દ્વારા પ્રજાના ટેકસના રૂપીયાનો બેફામ દુરઉપયોગ થતો હોય તેવુ પ્રજાલક્ષી કાર્યને જોતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. એક તરફ પટેલ સમાજની પાછળના વિસ્તારમાં વોકળામાં સી.સી.વર્કની કામગીરી કરીને બિનઉપયોગી નદીન વોંકળાને પ્લીન બનાવવામાં આવી રહેલ છે. જયારે બીજી તરફ રબારી પા વિસ્તાર તથા અન્ય પછાત વિસ્તારોમાં છેલ્લા રપ વર્ષથી કોઇ પણ જાતની રોડની સુવિધા આ વિસ્તારની પ્રજા માટે કરવામાં આવતી નથી જેથી રોડના અભાવે આ વિસ્તારના લોકો બેહાલી અનુભવી રહેલ છે.

નગર પાલીકાને જયા જરૂર છે રોડ બનાવવાની તે વિસ્તાર દેખાતો નથી અને બિનજરૂરી જગ્યાએ બીન ઉપયોગી નદીના વોકરામાં સીસી રોડના કામો કરી પ્રજના પૈસાનો વેડફાડ કરવામાં આવે છે આમ નગર પાલીકાની નીતી ઉપર પ્રશ્નાર્થ સર્જાય છે જે લોકોની બેઝીક સુખાકારી માટે રોડ રસ્તાની જરૂરીયાતવાળા વિસ્તારમાં રોડ બનાવવાને બદલે બિનઉપયોગી નદીના વોંકળામાં સી.સી. રોડનું કામ કરીને વોકળા સી.સી.રોડ બને છે જો નગર પાલીકા દ્વારા અણઘડ વહીવટ કરી પ્રજાના પૈસાનો વેડફાડ કરશે તો આગામી દિવસોમાં પ્રજા દ્વારા નગર પાલીકા સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી રબારી પા વિસ્તારના જાગૃત નાગરીક દિવ્યરાજસિંહ સોઢાએ ઉચ્ચારી છે. રબારી પાના રોડના તેમજ વોકળામાં સી.સી.રોડ બને છે તે તસ્વીરમાં નજરે પડે છે.

(1:03 pm IST)