Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાઇ

ભુજઃ કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાઇ હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ તેમજ બક્ષીપંચ મોરચા પ્રભારી જેઠાભાઇ મ્યાત્રાની વિશેષ ઉપસ્થિતિ અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માવજીભાઇ ગુંસાઇની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં બક્ષીપંચ મોરચા દ્વારા કરવામાં આવનાર કાર્યો વિશે મનોમંથન કરવામાં આવ્યું હતું. બક્ષીપંચ મોરચાના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને ઓ.બી.સી. હેઠળના અનેક સમાજોને જોડીને સંગઠનાત્મક કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર તથા રાજય સરકારશ્રી દ્વારા બક્ષીપંચ સમાજ માટે ઉપલબ્ધ કરાવાયેલ યોજનાઓની ફળશ્રુતિ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોમાં આવી અનેક જીવન ઉપયોગી યોજનાઓ વિશે જાગૃતિ ઉત્પન્ન થાય અને વધુમાં વધુ લોકો લાભાન્વિત બને તે માટે બક્ષીપંચ મોરચાના સર્વે કાર્યકર્તાઓને સક્રિયતા દાખવવા અપીલ કરવામાં આવી હતી. બક્ષીપંચ મોરચા પ્રભારી જેઠાભાઇ મ્યાત્રા અને જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ માવજીભાઇ ગુંસાઇએ પણ આગામી દિવસોમાં મોરચાએ કરવાના કાર્યક્રમો અંગે માર્ગદર્શન પુરા પાડયા હતા. આ બેઠકમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઇ છાંગા, જયંતભાઇ માધાપરીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચા કારોબારી સદસ્ય મનજીભાઇ આહિર, આમંત્રિત સભ્ય કાનજીભાઇ કાપડી સહિત બક્ષીપંચ મોરચાના જિલ્લાના હોદેદારો, કારોબારી સદસ્યશ્રીઓ, આમંત્રિત સદસ્યશ્રીઓ, મોરચાના તમામ મંડલના પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકમાં સંચાલન જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી વિરમભાઇ આહિર઼ે જયારે આભાર વિધિ મહામંત્રી વિનુદાનભાઇ ગઢવીએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(11:50 am IST)