Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સી.આર.પાટીલ ગોંડલમાં : બાઇક રેલી - સરપંચોનું સન્માન

તાલુકાના નવા ચૂંટાયેલા ૭૭ સરપંચોનું સન્માન : શ્રમયોગી કાર્ડનું વિતરણ : બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી સહિતનાની ઉપસ્થિતિ

પ્રથમ તસ્વીરમાં ગોંડલમાં બાઇક રેલીની તૈયારી, બીજી તસ્વીરમાં સી.આર.પાટીલની રંગોળી બનાવાઇ છે તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૬ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે ગોંડલના મહેમાન બન્યા છે. સી.આર.પાટીલનું ગોંડલમાં ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સી.આર.પાટીલના હસ્તે ગોંડલ તાલુકાના ૭૭ ગામના સરપંચોનું સન્માન કરાયું હતું.

ગોંડલના નવા માર્કેટ યાર્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે તાલુકાના નવા ચુંટાયેલા ૭૭ જેટલા સરપંચોનુ સન્માન કરાશે. સાથે શ્રમયોગી કાર્ડ વિતરણનું આયોજન કરાયુ છે.

ભાજપ મોવડી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં સીઆર પાટીલનુ આશાપુરા ચોકડીથી દબદબાભેર સ્વાગત થશે. ખુલ્લી જીપમા સીઆર પાટીલ સહિત અન્ય મહાનુભવો બેન્ડવાજા સહિત બાઇક રેલી સાથે પ્રસ્થાન થશે અને માર્કેટ યાર્ડ પંહોચશે. જયાં ભાજપ સંગઠન, વિવિધ હોદ્દેદારો દ્વારા પાટીલનુ સ્વાગત કરાશે. કાર્યક્રમમાં રાજય મંત્રી બ્રીજેશભાઇ મેરજા, અરવિંદભાઈ રૈયાણી ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયેશભાઇ રાદડીયા, ગોરધનભાઈ ધામેલીયા, ભરતભાઈ બોઘરા, ભુપતભાઈ બોદર, મનસુખભાઇ ખાચરીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, અશોકભાઈ પીપળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, સહદેવસિંહ જાડેજા, શિતલબેન કોટડીયા, ભાર્ગવભાઇ આંદિપરા હાજર રહેનાર છે.

કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, પીન્ટુભાઇ ચુડાસમા, પ્રફુલભાઈ ટોળીયા, યુવા ભાજપ પ્રમુખ રવિ કાલરીયા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:29 am IST)