Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ગોંડલના વાસાવડમાં પડોશી સાથે માથાકુટ થતાં પૂજા ઝેર પી ગઇ

રાજકોટ તા. ૬: ગોંડલ તાબેના વાસાવડમાં રહેતી અને ગોંડલ કંપનીમાં નોકરીએ જઇ પરિવારને મદદરૂપ થતી પૂજા મોહનભાઇ મકવાણા (ઉ.૨૦) સાંજે આઠેક વાગ્યે ઝેરી દવા પી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

પૂજાના કહેવા મુજબ તે આઠ બહેન અને બે ભાઇમાં સાતમા નંબરે છે. પડોશમાં રહેતા પરિવારના લોકો નાની નાની વાતે સતત ઝઘડા કરતાં હોઇ આ કારણે માઠુ લાગી જતાં પોતે ઝેરી દવાનો ઘૂંટડો ભરી ગઇ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)