Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

થાનગઢમાં નશામાં ભાન ભુલી મેહુલે ફાંસો ખાધોઃ પિતાએ બચાવી લીધો

યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો

રાજકોટ તા. ૬: થાનગઢમાં રહેતાં મેહુલ ગોવિંદભાઇ મકવાણા (ઉં.વ.૨૫) નામના યુવાને રાતે સાડા નવેક વાગ્યે ઘરમાં પતરાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ તેના પિતા ગોવિંદભાઇ આવી જતાં તેને બચાવી લીધો હતો. બેભાન હાલતમાં થાન હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંબડે થાન પોલીસને જાણ કરી હતી.
મેહુલ એક બહેનથી નાનો છે અને સિરામીકમાં મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. દારૂનો નશો કરીને આવ્યા બાદ ભાન ભુલી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યાનું તેના સગાએ જણાવ્યું હતું.


 

(11:28 am IST)