Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કચ્છમાં ધાબડિયા માહોલ વચ્ચે સતત બીજે દિ' માવઠું : હજી'યે આગાહી હોઇ ખેડૂતોની ચિંતા વધી

ભર શિયાળે ચોમાસુ : વરસાદી ઝાપટા અને પવન સાથે ઠંડી પણ વધી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે કચ્છમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે.

હવામાનના આ ફેરફારની અસર તળે સતત બીજે દિ' પણ કચ્છમાં ધાબડીયા વાતાવરણ વચ્ચે કયાંક ઝરમર તો કયાંક જોરદાર ઝાપટાં સાથે માવઠું પડયું છે. હજી'યે બે દિવસ આવો માહોલ રહેશે અને કમોસમી વરસાદ વરસશે એવી હવામાન વિભાગની ચેતવણીને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા છે.

વરસાદી માહોલ વચ્ચે સૂરજ ઢંકાઈ ગયો હોઈ અને પવનની ઝડપ વધી હોઈ ઠંડી વધી છે. વાતાવરણના આ ફેરફારની અસર જનજીવન ઉપર પણ પડી છે.

(10:48 am IST)