Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

હળવદ હાઇવે ઉપર ડમ્પરમાં આગ ભભૂકી

ડ્રાઇવરે બીડી સળગાવતા ગેસના બાટલામાં આગ લાગી અને ટ્રક ખાખ

હળવદ,તા.૬:  હાઇવે ઉપર સુખપુર ગામના પાટિયા નજીક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં ડ્રાઇવરે બીડી પીવા માચીસ સળગાવતા ડમ્પરની કેબીનમાં પડેલ રાંધણગેસના બાટલામાં આગ ભભૂકી ઉઠી હતી અને પળવારમા જ આગ વિકરાળ બનતા ડમ્પર ટ્રક અગનગોળો બની ગયું હતું.

આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરત જ ફાયર કાફલો દ્યટના સ્થળે પહોંચી ગયો હતો પરંતુ આગ વિકરાળ હોય ડમ્પરની કેબિનનો ભાગ ભસ્મીભૂત બની ગયો હતો.

જો કે ડમ્પર ટ્રકમાં આગ લાગવાની સાથે જ ડમ્પર ચાલક કૂદકો મારી ડમ્પરની કેબિનમાંથી બહાર નીકળી જતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ હાઇવે ઉપર આગના લાબકારા ઉઠતા થોડો સમય વાહનો પણ થંભી ગયા હતા.

(10:47 am IST)