Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

હળદવ જીઆઇડીસી નજીક ટ્રેન અડફેટે દિઘડીયાના યુવાનનું મોત

હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામના અને હાલ મજુરી કામ અર્થે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અવચર ભાઈ કાંઝીયા(ઠાકોર) ઉંમર વર્ષ ૩૫ સવારના જીઆઇડીસી સામે કુદરતી હાજતે જતી વખતે રેલ્વેનો પાટો ક્રોસ કરતા સમયે કચ્છ તરફથી આવતી માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજયું હતું. બનાવની જાણ રેલવે પોલીસને અને હળવદ પોલીસને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક દિનેશભાઈને સંતાનમાં ચાર દીકરીઓ હોય જેથી પરિવારમાં પણ કાળો કલ્પાંત વ્યાપી ગયો હતો.

(10:46 am IST)