Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ધોરાજીના ખેડૂતોએ ખાતર-બિયારણની બોરીઓને હાર પહેરાવી, અગરબતી કરી, સમાધિ લેવાનો અનોખો કાર્યક્રમ કર્યો !

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૬ : દિવસેને દિવસે જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ બધી ચીજ વસ્તુઓમાં ભાવો વધતા જાય છે તેવી રીતે ખાતરમાં પોટાસ એન પી.ડી.એ.પી એમોનિયા અને બિયારણોમાં વધારો થઈ રહયો છે જેથી ખેડૂતને પોતાની ખેતી મોંઘીદાટ થવા લાગી છે.

ખેડૂતોને કુદરતી આફતોથી ખેતરમાં ખેડૂતોને નુકશાની વેઠવી પડી તો બીજી બાજુ ખાતરમાં વધારો થવાથી ખેડૂતો તેમા પણ ખેતી કરવી મોંઘી થઈ ગયેલ ત્યારબાદ બીજી બાજુ જે યોજના ખેડૂતો માટે બનાવી તે યોજના પી.એમ. કિશાન યોજનાના નવા એકાઉન્ટ ખોલયા છે તે એકાઉન્ટમાં છેલ્લા બે વર્ષથી હપ્તા જમા નથી થયા જેથી ધોરાજી ના ખેડૂતોએ અનોખી રીતે પોતાનો રોષ અને વિરોધ પ્રદર્શન કર્યો છે જેમા ખેડૂતોએ પોતાના ખેતરમાં બધા ખેડૂતો ભેગા થઈ ને ખાતર બિયારણનુ બેસણાનો કાર્યક્રમ કર્યો હતો જેમા ખાતર બિયારણની બોરી રાખીને હાર પહેરાવીને અગરબત્ત્।ી કરી સમાધી લેવાનો અનોખી રીતે કાર્યક્રમ કર્યો હતો અને સરકાર સમક્ષ તેનો વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યકત પણ કર્યો હતો.

(10:45 am IST)