Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ખંભાલીડા બૌદ્ધ ગુફાઓની ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાની ટીમે મુલાકાત લીધી

 ધોરાજી : જેતપુર તાલુકાના ખભાલીડા ખાતે આવેલ બૌધ્ધ ધર્મ ની ઐતિહાસીક ધરોહર વિરાસત ખંભાલીડા બૌદ્ઘ ગુફાઓની મૂલાકાતે ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચા અધ્યક્ષ ડો. પ્રદ્યુમન વાજા, વિક્રમભાઈ ચૌહાણ મહામંત્રી, અનુ.જાતિ મોરચા પ્રદેશ ભાજપ, જીતુભાઈ મણવર, કલ્પેશભાઈ સોલંકી, બાલુ વિંઝુડા, ભરતભાઈ બગડા, વિઠ્ઠલભાઈ હીરપરા,વિજયભાઈ દાફડા સહિતના અગણી ઓ એ મૂલાકાત લીધી હતી ખંભાલીડા બૌદ્ઘ ગુફાઓ ની માહિતી મેળવી હતી  ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચા અધ્યક્ષ ડો. પ્રદ્યુમન વાજા એ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચા ની ટીમ સાથે બૌધ્ધ ધર્મ ની ઐતિહાસીક ધરોહર વિરાસત ખંભાલીડા બૌદ્ઘ ગુફાઓની મૂલાકાત લીધી હતી પ્રવાસન વિભાગ દ્વારા બૌદ્ઘ ગુફાઓ ખાતે વિવિધ વિકાસકામોનું નિરીક્ષણ કરાયુ હતુ. (તસવીરઃ કિશોરભાઈ રાઠોડ)

(10:14 am IST)