Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ભુજ ખાતે રમાયેલ પ્રથમ ઇન્ટર સ્કુલ સ્પર્ધામાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ - ફરેણીનાં બાળકોએ પ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૪ બ્રોન્ઝ મેડલ સાથે તમામ રમતોમાં ભવ્ય વિજય મેળવ્યો

 ધોરાજીઃ સુર્યા સ્પોર્ટ્સ એકેડમી કચ્છ સંચાલિત પ્રથમ ઇન્ટર સ્કૂલ સ્પર્ધા - ૨૦૨૧ ભુજ ખાતે યોજવામાં આવેલી હતી જેમાં કુલ ૮ શાળાઓની વચ્ચે લોન ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, તેમજ બેડમિન્ટન જેવી જુદી જુદી રમતોની જુદા જુદા વય જૂથ (અન્ડર ૧૪,૧૭,૧૦૯)ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામીનારાયણ વિદ્યાપીઠ - ફરેણીનાં વિદ્યાર્થીઓ લોન ટેનીસમાં ૧ ગોલ્ડ, ર સૌલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ, બાસ્કેટબોલની સમગ્ર ટીમ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાને, ટેબલ ટેનીસમાં ૩ ગોલ્ડ મેડલ, ૧ સૌલ્વર મેડલ અને ર બ્રોન્ઝ મેડલ, વોલીબોલ ની સમગ્ર ટીમ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા સ્થાને તથા બેડમિન્ટનની રમતમાં ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ સાથે યોજાયેલી તમામ રમતોમાં વિજય મેળવી શાળા તથા ફરેણીનું નામ રોશન કરેલ છે. આ વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સદગુરૂ શાસ્ત્રી શ્રીબાલકૃષગદાસજી સ્વામી, અક્ષર વલ્લભદાસજી સ્વામી, ચત્રભુજ સ્વામી, હરિભકતો, પાર્ષદો, તેમજ  સ્વામીનારાયણ વિદ્યાપીઠ CBSE ઇંગ્લીશ મીડીયમનાં પ્રિન્સીપાલ શ્રી હિતેન રાઠોડ તેમજ ડાયરેકટર મહેશભાઈ ટાંક તેમજ કોચ ટીમ જયદીપસિંહ પરમાર, આનંદ પટેલ, રોહિત વિશ્વનાથન આ તમામ ટીમ સભ્યો દ્વારા રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.

(10:12 am IST)