Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પીપાવાવમાં એકસીસ બેન્ક લૂંટવાનો પ્રયાસઃ પોલીસના ફાયરીંગમાં લૂંટારૃને ઈજા

વહેલી સવારે પંજાબી શખ્સ બેન્કમાં ત્રાટકતા સિકયુરીટી સાયરન વાગતા દોડધામ મચી ગઈઃ લૂંટારૃઓએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો

રાજુલા, તા. ૫ :. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ઉપર પંજાબી યુવકે એકસીસ બેન્ક લૂંટવાનોે પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. લૂંટારૃઓને પકડવા પોલીસે કાર્યવાહી કરતા લૂંટારૃ શખ્સોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોેલીસ કર્મચારી દીપસિંહ દાવરાએ ફાયરીંગ કરતા લૂંટારૃ શખ્સને ગોળી વાગી હતી. પોલીસે તેને ઝડપી લઈને રાજુલા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડેલ છે. આ બનાવની જાણ થતા એસ.પી. નિર્લિપ્ત રાય સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.

પીપાવાવ પોર્ટ ઉપર આવેલ એકસીસ બેન્કમાં વહેલી સવારે પંજાબી યુવક સહિતના લૂંટારૃઓ એકસીસ બેન્કમાં ત્રાટકયા હતા અને બેન્કમાં લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેન્કમાં રહેલ સાયરન વાગવા લાગતા સિકયુરીટી અને પોલીસ ટીમ ઘટના સ્થળ ે દોડી ગઈ હતી.

આ દરમિયાન લૂંટારૃઓએ સિકયુરીટી અને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પીપાવાવના પોેલીસ કર્મચારી દિપસિંહ દાવરાએ પોતાની રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યુ હતું.

આ ફાયરીંગથી લૂંટારૃના પગમાં ગોળી વાગી હતી. જેને પ્રથમ રાજુલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડેલ છે.

આ બનાવની જાણ થતા અમરેલીના એસપી નિર્લિપ્ત રાય તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:59 pm IST)