Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ભુજ પંથકની સગીરાનું અપહરણ કરીને લગ્નની લાલચે દુષ્કર્મના આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી : પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધાયો

ગામના જ મહેશ ઉર્ફે ભૂરો જયંતિ લોચાએ સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા

ભુજ તાલુકાના એક ગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદથી જિલ્લામાં ચકચારી મચી છે. બે મહિના પહેલા બનેલ બનાવની હમણાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભુજ તાલુકાના એક ગામે આરોપીએ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સગીરાના માતાએ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે ગામના જ એક યુવાન દ્વારા બે મહિના અગાઉ લગ્નની લાલચે તેએમની દીકરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ફરિયાદ મુજબ ગામના જ મહેશ ઉર્ફે ભૂરો જયંતિ લોચાએ સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. સગીરાની માતાએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા બનેલી ઘટનાથી તેમની પુત્રી હેબતાઈ ગયી હતી અને જાણ કરી ન હતી. હાલમાં જ પુત્રીએ માતા ને આ વિશે જાણ કરતા માતા દ્વારા માનકુવા પોલીસ સ્ટેશન ખાતે મહેશ લોચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેમની પુત્રીનું અપહરણ કરી ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યું હતું.

(9:23 pm IST)