Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

આખરે ગોંડલમાં દીપડો પુરાયો પાંજરે:દીપડાને પકડવા 7 કલાક ચાલ્યું રેસ્ક્યુ ઓપરશન

રેસ્ક્યુ કરવા જૂનાગઢ તેમજ રાજકોટ ફોરેસ્ટ વિભાગની ટીમની લેવાઈ મદદ: દીપડાએ હુમલો કરતા પાલિકાનો કર્મચારી ઘાયલ રેસ્ક્યુ માટે મારણ મુકાયું હતું તેમજ ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ

રાજકોટ : ગોંડલમાં દીપડો પાંજરે પુરાયો છે દીપડાને પકડવા 7 કલાક રેસ્ક્યુ ઓપરશન ચાલ્યું હતું રેસ્ક્યુ કરવા માટે જૂનાગઢ તેમજ રાજકોટ ફોરેસ્ટ વિભાગની ટીમની પણ મદદ લેવાઈ હતી આ ઘટનામાં અગાઉ એક વ્યલિટીને ઇજા પહોંચી હતી દીપડાએ હુમલો કરતા નગર પાલિકાનો કર્મચારી ઘાયલ થયો હતો
આ રેસ્ક્યુ માટે મારણ મુકાયું હતું તેમજ ડ્રોન કેમેરાની પણ મદદ લેવાયી હતી રેસ્ક્યુ દરમ્યાન બંધ મકાનમાંથી નીકળી શાળામાં ઘૂસ્યો દીપડો અને શાળાની ઓરડીમાં બેભાન થયો હતો દીપડાને પાંજરામાં પુરી રખાશે ઓબજવેર્શનમાં રાખશે દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકો તેમજ તંત્ર એ રાહત શ્વાસ લીધો હતો

(8:23 pm IST)