Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જેતપુરમાં માસ્ક વગર ફરતા લોકોનો ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવી કાર્યવાહી કરવાની ઝુંબેશ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૫ :. કોરોના મહામારીએ આખા વિશ્વન બાનમાં લીધુ હોય તેની ગંભીરતા જાણતા હોવા છતા પણ ઘણા લોકો તેને અવગણી માસ્ક પહેર્યા વિના કે સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખતા નથી. આવા લોકોના કારણે સંક્રમણ ન ફેલાય માટે તંત્ર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં શહેર-તાલુકાના જે લોકો માસ્ક વગર નિકળે છે તેમને પકડી પોલીસ સ્ટેશને લઈ જઈ તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવશે અને જો તે પોઝીટીવ નિકળે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું નક્કી થતા ગઈકાલ બપોરથી મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને રોકી તેઓને ટેસ્ટ કરાવવાનું ચાલુ કરેલ જેથી લોકોમાં જાગૃતિ આવે.

(1:02 pm IST)