Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ચુડાના સમઢીયાળા ગામે બાયોડીઝલ પકડાયું

વઢવાણ, તા.૪ : ચુડા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવેલ કે રામજીભાઇ રઘુભાઇ પઢેરીયા રબારી રહે. સમઢીયાળા તા. ચુડા વાળાએ મકાને બીલ વગરનું ચોરી કે છળકપટથી મેળવેલ પેટ્રોલ તથા ડીઝલનો જંગી જથ્થો રાખી વેચાણ કરે છે જેથી રેઇડ કરતા ડીઝલ ભરેલ ર૦૦ લીટરના બેરલ નંગ-પમાં કુલ ડીઝલ લીટર-૧૦૦૦ કિ.રૂ. ૭૮,૦૦૦ તથા પેટ્રોલ ભરેલ ર૦૦ લીટરના બેરલ નંગ-૧૧ કુલ પેટ્રોલ લીટર રર૦૦ કિ.રૂ. ૧,૭૩,૮૦૦ મળી કુલ રૂ. ર,પ૧,૮૦૦ના મુદામાલ સી.આર. પી.સી. કલમ ૧૦ર મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી સારૂ ચુડા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવદરસિંહ ચુડાસમા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો. હેડ કોન્સ. અમરકુમાર કનુભા તથા પો.ક ોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા અનિરૂદ્ધસિંહ ભરતસિંહ, ગોવિંદભાઇ આલાભાઇએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલ તથા પેટ્રોલનો જંગી જથ્થો ઝડપી પાડેલ છે.

(11:38 am IST)