Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જામનગરમાં વિકાસ કાર્યોનું ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત

જામનગરઃ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૫માં કોળીનો દંગો, વેલનાથનગર-૧ વિસ્તારની આંતરિક શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૪.૨૫ લાખ, જાગૃતિનગર વિસ્તારમાં આંતરિક શેરીઓમાં  સી.સી.બ્લોકનું કામ પાર્ટ-૧ માં અંદાજીત ૧૦ લાખ અને પાર્ટ-૨માં ૧૦ લાખ એમ જાગૃતિનગરમાં કુલ અંદાજીત ખર્ચ રૂ. ૨૦ લાખ, વોર્ડ નં.૬ માં હીરાપાર્ક સોસાયટી મેઇન રોડ તથા આંતરિક શેરીઓમાં સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૯.૯૨ લાખ, હનુમાન ટેકરી, રવિભાઇના દ્યર પાસે તથા આંતરિક શેરીઓમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૦.૬૮ લાખ, વોર્ડ નં.૯માં લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૧, નિલેશભાઇ ચૌહાણના મકાન પાસેની શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૨.૧૫ લાખ, લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૩, સૂર્ય મકાનવાળી શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧.૭૦ લાખ, ગુરુદ્વારા પાસે, હરપાલસિંહના મકાનની બાજુની શેરી નં.૨માં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૪.૪૮ લાખ, ડી.સી.સી. હાઇસ્કુલની પાછળ જલારામનગર શેરી નં.૨ અને શેરી નં.૩માં  સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૭.૭૦ લાખ, મીગ કોલોની ચેતક ટ્રાવેલ્સની બાજુમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૩.૫૪ લાખ મળી કુલ અંદાજીત રૂ. ૮૪.૪૨ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે. વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.  મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર શ્રી કરશનભાઇ કરમુર,  જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, શહેર ભાજપ મહામંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, માજી મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. ૫ના કોર્પોરેટરો-અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડિમ્પલબેન રાવલ, કિશોરસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, બડુભા જાડેજા, નયનભાઇ વ્યાસ, સંજયભાઇ જૈન, વોર્ડ નં. ૬ના કોર્પોરેટરો-અગ્રણીઓ કમલાસિંહ રાજપૂત, આલાભાઇ ભારાઇ, રમાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, ભાયાભાઇ ડેર,વિપુલભાઇ ધવડ, અનિરુધ્ધસિંહ ઝાલા, રવિરાજસિંહ જેઠવા, વોર્ડ નં. ૯ના કોર્પોરેટરો-અગ્રણીઓ સુનિલભાઇ આશર, રીટાબેન ઝીંઝુવાડીયા, ચીનાભાઇ ચોટાઇ, પ્રવિણભાઇ માડમ,હસમુખભાઇ મકવાણા, જિતેન્દ્ર મકવાણા, કેતનભાઇ તેમજ વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે તસ્વીર.

(9:27 am IST)