Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જૂનાગઢ કૃષિ યુનિ.માં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ લેબનું ઉદદ્યાટન કરતા મંત્રીશ્રી આર.સી.ફળદુ

જૂનાગઢઃભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા સ્પોન્સર નેશનલ એગ્રીકલ્ચર હાયર એજયુકેશન પ્રોજેકટ અને ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે આધુનિક શિક્ષણ મળી રહે એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડવાન્સ લેબોરેટરીનું ઉધ્દ્યાટન આજ રોજ ગુજરાત રાજયના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે યોજાયું હતુ.   આ કાર્યક્રમશ્રી કુલપતિ ડો. એ.આર.પાઠકના અધ્યક સ્થાને યોજાયો હતો જેમાં શ્રી ચોવટીયા, શ્રી રાજાણી, ડો.ચૌહાણ, ટાંક સાહેબ, પૂર્વ મેયર આધ્યાશકિત બેન, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, શશીકાંતભાઈ, પુનિત શર્મા,લીલતભાઈ સુવાગિયા,વિઠ્ઠલભાઈ વાછાણી, તેમજ અગ્રણીશ્રીઓ, કોલેજના ડીન શ્રી, પ્રિન્સિપાલ, વિધાર્થીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(1:05 pm IST)