Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ખંભાળીયામાં બેટરી અને ઇલેકટ્રીક મોટર ચોરીના પાંચ આરોપી ઝડપાયા

ખંભાળીયા તા ૫  : એસ.ઓ.જી.ના સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હરદેવસિંહ જી. જાડેજા, ભિખાભાઇ એન. ગાગીયા, ઇરફાનભાઇ એ. ખીરા, હરપાલસિંહ યુ. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જી. જાડેજા, કિશોરસિંહ બી. જાડેજા, નિલેષભાઇ એચ. સગર વિગેરે વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય, દરમ્યાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જી. જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. ભિખાભાઇ એન. ગાગીયા નાઓને સંયુકત રાહે હકિકત મળેલ કે, નાના આંબલા ગામમાં રહેતા (૧) ઇકબાલ હુશેન હીંગરોજા (ર) હનીફ આમદ ગજ્જણ,(૩) બિલાલ મામદ ગજ્જણ તથા ધારાગઢથી આવેલ (૪) ઓસમાણ આલી ગન્નણ (પ) આદમ ઉર્ફે લંગડો ઇબ્રાહીમ નાય મળીને અલગ અલગ જગ્યાએથી બેટરીઓની ચોરી કરેલ અને અત્યારે આ  બેટરીઓ વેચવા માટે જવાના  હોય આંબલા ગામે શેખપીરની દરગાહ પાસે ભેગા થયેલ છે, જેથી મળેલ હકીકતના આધારે કુલ-પ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ : (૧) હનીફભાઇ આલીભાઇ ગજ્જણ,(ર) બિલાલ મામદભાઇ આલીભાઇ ગજ્જણ, (૩)ઇકબાલ હુશેન પુંજા સંધી, રહે. ત્રણેય નાના આંબલા ગામ, (૪) ઓસમાણભાઇ આલીભાઇ ઓસમાણભાઇ ગજ્જણ રહે. હાલ રહે. માનપર હુશેની ચોક, તા. ભાણવડ, (પ) અમાદ ઉર્ફે લંગડો ઇબ્રાહીમભાઇ મામદભાઇ નાય, રહે. ધારાગઢ સીમ, પીપરાવાડી વિસ્તાર ને (૧) પાણીની ઇલેકટ્રીક મોટર કિ.રૂ.૧૫૦૦/-, (ર) અલગ અલગ કંપનીની બેટરી નંય-૮ કિ.રૂ.૫૧૫૦૦/-(૩) સોલાર પેનલ નંગ-૭ કુલ કિં.રૂા ૧૨૦૦૦/-ઘ(૪) જુનુ વાઇબ્રેટર મશીન કુલ કિં. રૂ.૨૦૦૦/-,(પ) ઇલેકટ્રીક ફોકસ લાઇટ નંગ-૦૨,કિ.રૂ.૧૦૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૬૮૦૦૦/- કબજે કરેલ છે.

(૧) જામખંભાળીયા પો.સ્ટે.ગુ.ર. નં.૯૧/૧૯ આઇપીસી કલમ ૩૭૯,૪૪૭ મુજબ, (ર) વાડીનાર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં.૦૫/૧૯ આઇપી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોધાયો હતો.

ઉપરોકત પાંચેય ઇસમો દ્વારા રાત્રી દરમ્યાન અંધારાનો લાભ લઇ હોટલ/ઢાબામાં ઉભા રાખેલ વાહનોમાં કોઇપણ રીતે બેટરીની ચોરી કરી તથા ગામડાઓમાં જયાં માણસોની અવર જવર ઓછી હોય તેવા ધાર્મીક સ્થળોએ તથા અવાવરૂ જગ્યાએથી સોલાર સ્ટ્રીટ લાઇટના સોલાર પેનલ તથા અન્ય ઇલેકટ્રીક ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવેલ.

(1:04 pm IST)