Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ભાણવડમાં શાળા સંચાલક દ્વારા પત્રકાર ઉપર સરાજાહેર હુમલો

તું થોડા જ દિવસોનો મહેમાન છો કહી જાનથી મારી નાખવાની ધમકીઃ દ્વારકા જિલ્લાના પત્રકાર આલમમાં આક્રોસ

ખંભાળીયા તા.૫: ભાણવડ તાલુકા પંચાયતની સામે આવેલા શિવનગરમાં રહેતા જયહિન્દના પત્રકાર હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.૩૯) ના યુવાન ગત સાંજના સમયે રાબેતા મુજબ હાઇસ્કુલ ચોક સહિતના વિસ્તારમાં અખબાર વિતરણ કરતાં હોય ત્યારે શહેરની શિવકૃપા સ્કૂલનો સંચાલક જીવા પબા કરમુર (જે.પી.કરમુર) પોતાની કાર લઇ હિતેન્દ્રસિંહના બાઇક પાછળ પાછળ કાર લઇ આવી હોર્ન વગાડતાં હિતેન્દ્રસિંહ બાઇક પાર્ક કરી ઉભા હતાત્યાં આવી લુખ્ખી દાદગીરી બતાવી કહેલ કે તું મને ઓળખે છે કહી ગાળા ગાળી કરી હાઇસ્કુલ રોડ પર સરા જાહેર હૂ મલો કરી કટર જેવા હથીયાર વડે નાક તથા ગાલના ભાગે હૂમલો કરી જતાં જતાં તું થોડાક દિવસનો મહેમાન છો કહી જાનથી મારી નાખવાની ધમકી નાશી જતાં આપતાં સમગ્ર મામલે પત્રકાર હિતેન્દ્રસિંહ દ્વારા કાયદાની રાહે પોલીસ મથકે પહોંચી શિવકૃપા શાળાના સંચાલક જીવા પબા કરમુર વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસ આઇપી સી ૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આરોપી શાળા સંચાલકને પકડી પાડવા શોધખોળ હાથ ધરી હતી. જો કે શાળા સંચાલક ભોં ભીતર થઇ જતાં પોલીસ પડકથી દૂર રહ્યો હતો.

બનાવના પગલે ભાણવડનાં સંગઠીત પત્રકારો પોલીસ મથકે પહોંચી ગયા હતા હૂમલા અંગેની જાણ વાયુવેગે સમગ્ર દ્વારકા જિલ્લાના પત્રકાર આલમમાં થતાં આક્રોસ સાથે પત્રકારોની સલામતી અંગેના સવાલો ઉભા થયા હતા. આ બનાવને દ્વારકા જિલ્લાના પત્રકારોએ વખોડી આજે ભાણવડ ખાતે આવેદન આપ્યા બાદ તાલુકા અને જિલ્લામાં પોલીસને આવેદન આપી રોષ વ્યકત કરાશે.

(1:03 pm IST)