Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં નારણભાઇ કાછડીયાની ગાંધી સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ

અમરેલી તા. પઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ નેતૃત્વમાં જયારે મહાત્મા ગાંધીજીએ આપેલ સિધ્ધાંતો સ્વચ્છતા, સેવા, સમર્પણ, સાદગી, અહિંસા, સન્માન સાથેના મુળભુત સિધ્ધાંતોને લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર જન-જનતાના કલ્યાણ માટે કાર્યરત છે ત્યારે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ ગત તા. રજી ઓકટોબર, ર૦૧૯ થી સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં ગાંધી સંકલ્પ યાત્રા ચાલુ કરેલ છે.

સાંસદશ્રીએ જણાવેલ છે કે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવાના હેતુથી આ યાત્રા અમરેલી સંસદીય વિસ્તારની તમામ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે અને યાત્રા દરમ્યાન રૂટમાં આવતા તમામ ગામો અને શહેરોમાં સફાઇ અભિયાન, વૃક્ષારોપણ, સીંગલ યુઝ પ્લાસ્ટી મુકિત અંગે સંકલ્પ, સાાજીક સમરસતા સભા, જનસંપર્ક, વડીલો-સંતો-સ્ર્વાતંત્ર સેનાનીઓનું સન્માન વગેરે જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો થકી લોકોમાં ગાંધીજીના મૂલ્યો અને સિધ્ધાતો ઉજાગર થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.

ગારીયાધાર વિધાનસભા બાદ ગાંધી સંકલ્પ યાત્રા તા. પ/૧૦/૧૯ના સાવરકુંડલા વિધાનસભા, ૭/૧૦/૧૯ના રોજ લાઠી વિધાનસભા, ૯/૧૦/૧૯ના રોજ ધારી વિધાનસભા, ૧૧/૧૦/૧૯ના રોજ રાજુલા વિધાનસભા, ૧૩/૧૦/૧૯ના રોજ અમરેલી વિધાનસભા અને અંતે તા. ૧પ/૧૦/૧૯ના રોજ મહુવા વિધાનસભામાંથી પસાર થશે.

આજે સાવરકુંડલા વિધાનસભામાંથી પસાર થતી પદયાત્રા રાષ્ટ્રીય સહકારી અગ્રણી અને ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણી જોડાશે અને તા. ૭મી ઓકટોબરને સોમવારના રોજ લાઠી વિધાનસભાની પદયાત્રામાં માન. કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા સાહેબ અને શ્રી દિલીપભાઇ સંઘાણી બંને વિશેષ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાશે અને ક્રમશઃ આગામી તારીખો પૈકીની તારીખમાં માન. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાશે.

ઉપરાંત આ સંકલ્પ યાત્રામાં ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, ધારાસભ્યશ્રી આર. સી. મકવાણા, જીલ્લા ભાજપ પ્રમખુ શ્રી હીરેનભાઇ હીરપરા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઇ ખુમાણ, શ્રી કમલશેભાઇ કાનાણી અને શ્રી કૌશિકભાઇ વેકરીયા, પૂર્વ ધારાસભ્યો શ્રી વી. વી. વઘાસિયા, શ્રી મનસુખભાઇ ભુવા, શ્રી બાલુભાઇ તંતી, શ્રી બાવકુભાઇ ઉઘાડ, શ્રી હીરાભાઇ સોલંકી અને શ્રી વાલજીભાઇ ખોખરીયા, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો શ્રી પ્રાગજીભાઇ હીરપરા, શ્રી દિનેશભાઇ પોપટ, ડો. ભરતભાઇ કાનાબાર, શ્રી શરદભાઇ લાખાણી અને શ્રી મનસુખભાઇ સુખડીયા સહિત અમરેલી જીલ્લા ભાજપ ટીમ, તમામ તાલુકા-શહેર મંડળના પ્રમુખ-મહામંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, તમામ સેલના કન્વીનર અને સહકન્વીનરો, જીલ્લા પંચાયતના વર્તમાન સભ્યો અને પૂર્વ સભ્યો, તાલુકા પંચાયતના વર્તમાન સભ્યો અને પૂર્વ સભ્યો, નગર પાલીકાના વર્તમાન સભ્યો અને પૂર્વ સભ્યો સહીત અમરેલી સંસદીય વિસ્તારના તમામ હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહી યાત્રામાં જોડાશે.

અંતે સાંસદશ્રીએ જણાવેલ છે કે, સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના હોદેદારોની જહેમત અને મહેનત થકી આ યાત્રામાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાશે.

(1:01 pm IST)