Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સ્વામી માધવપ્રિયદાસજીની આગેવાની નીચે દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા

ગાંધીજયંતિ નિમિત્તે ૫૦ ગામોમાં યોજાયું સ્વચ્છતા અભિયાન ગુરુકુલના એક હજાર સ્વયંસેવકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ પણ જોડાયાં

ઉના તા. ૫ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીના ઉપક્રમે SGVPના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ગીરગઢડા, ફાટસર, ઇંટવાયા, દ્રોણ, ઉના, રબારિકા, અંબાડા, વગેરે આશરે ૫૦ ગામોની અંદર સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતુ. સ્વામીશ્રીએ ગીરગઢડા તાલુકા મથકથી આ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી કરશનભાઈ, મામલતદારશ્રી કોરડિયા સાહેબ, અશ્વિનભાઈ આણદાણી, ગામના અગ્રગણ્ય વેપારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ આયોજનમાં ઉત્સાહથી જોડાયા હતા. દ્રોણેશ્વર ગુરુકુલના સંચાલક ભંડારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી, નરનારાયણ સ્વામી તથા પ્રિન્સીપાલ શ્રી મહેશભાઈ જોષી વગેરેએ વ્યવસ્થિત આયોજન કર્યું હતું.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણાથી રબારીકાના પ્રેમજીભાઈ સેંજલીયા વગેરે આગેવાનોએ વિવિધ ગામડાંઓના વિસ્તાર વહેચી લીધા હતા.  ગુરુકુલના એક હજાર સ્વયંસેવકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કન્યાઓ વગેરેએ ગામડે ગામડે પહોંચી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. સાથે જે તે ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જાેડાયા હતા.

માધવપ્રિયદાસજી સ્વામીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે આખો દેશ નવું કલેવર ધરી રહ્યો છે ત્યારે આપણે પણ આમાં સહભાગી થવું જાઈએ. આપણે માત્ર સ્વચ્છતા અભિયાન જ કરવાનું નથી, આપણે નાત-જાત, ધર્મના ભેદ ભૂલીને સામાજિક સમરસતા અને ધાર્મિક સમરસતા કેળવવાની છે. સ્વામીશ્રીના પ્રેરક ઉદ્‌બોધનને સર્વને ઉત્સાહથી ભરી દીધા હતા અને સમગ્ર વાતાવરણમાં સેવાનો માહોલ છવાઈ ગયો હતો.

(12:27 pm IST)