Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઉપલેટામાં સફાઇ જાગૃતિ રેલી

ઉપલેટા : ગાંધીજયંતિના દિવસે ઉપલેટા ન.પા. દ્વારા ખુલ્લામાં શૌચમુકત ભારત સ્વચ્છ ભારત અને સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત ભારતનો પ્રચાર અને પ્રસાર કરવા એક રેલીનું આયોજન કરેલ હતુ. ન.પા.ના પ્રમુખ શ્રીમતી રાણીબેન ચંદ્રવાડીયાએ જણાવેલ હતુ. દેશના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદી આ દેશને સ્વચ્છ જોવા માગે છે. આ એમનુ સ્વપ્ન છે અને આ સ્વપ્ન પુરૂ કરવા તેઓએ ખુલ્લા શૌચ બંધ કરાવવા જયા ત્યા ગંદકી ફેકવાનું બંધ કરવા અને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવાની આ દેશમાં ઝુંબેશ ચલાવવામાં આવેલ છે. પૂ.ગાંધીબાપુ પણ સ્વચ્છતાના આગ્રહી હતા અને આજે પૂ.બાપુની ૧૫૦મી જન્મજયંતી નિમિતે આ સંદેશો લોકો સુધી પહોચે અને લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી એક રેલીનું આયોજન કરેલ છે. રેલીમાં ન.પા.ના પ્રમુખ રાણીબેન, દાનભાઇ ચંદ્રવાડીયા, મયુર સુવા, કૃષ્ણકાંત ચોટાઇ, ધવલ માકડીયા, પ્રો.નંદાણીયા, ચંપાબેન હુંબલ, ગોવિંદભાઇ બારૈયા, ન.પાના ચીફ ઓફીસર પ્રફુલભાઇ સુવા, અશોકભાઇ ડેર, રમેશભાઇ પરમાર, ધર્મેશ ભાષા, હાજીભાઇ ટ્રાન્સપોર્ટવાલા, જોટવાભાઇ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. બસ સ્ટેન્ડ ચોકમાં ડો.બાબા સાહેબને ફુલહાર કરી ગાંધીચોકમાં ગાંધીબાપુને ફુલહાર કરી નાગનાથ સુધી પહોચી હતી. રેલી સમયે સફાઇ કરવામાં આવી તે તસ્વીર.

(11:46 am IST)