Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મોરબીના શ્રમિક પરિવારને સીએનજી રીક્ષાની લોન

મોરબીઃસરકારની દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત તાજેતરમાં એક શ્રમિક પરિવારની સીએનજી રીક્ષા માટેની લોન મંજુર કરાઈ છે અને શ્રમિક પરિવારને આજીવિકાનું સાધન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે યોજના અંતર્ગત શહેરી ગરીબ પરિવારના લોકોને સ્વરોજગાર હેતુ બેંક મારફત લોન દ્વારા કાયમી આજીવિકાનું સાધન અપાવી રોજગારી પૂરી પાડવામાં આવે છે જેમાં તાજેતરમાં સો ઓરડી વિસ્તારના લાભાર્થી કાન્તીભાઈ પરમારને યોજના અંતર્ગત કોર્પોરેશન બેંક મારફત પેસેન્જર સીએનજી રીક્ષાની લોન મંજુર કરાવી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, વોર્ડના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ સીરોહિયા સહિતના આગેવાનોએ રીબીન કાપી લાભાર્થીને રીક્ષા અર્પણ કરી હતી આ પ્રસંગે ચીફ ઓફિસરના પીએ અમીનભાઈ, એન યુ એલ એમ મેનેજર હરેશભાઈ તથા ચતુરભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોન સહાય અપાય તે તસ્વીર.

(11:46 am IST)