Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અંજાર પોલીસે જુગાર કલબ ઉપર દરોડો પાડી ૧૨ ખેલીઓને ઝડપ્યા

ભુજ,તા.૫: અંજારના પીઆઇ બી.આર. પરમાર અને સ્ટાફે ભરેશ્વર રોડ ઉપર , ખાન શેરીમાં ઇકબાલ મામદ બાયડના દ્યરમાં ચલાવતી જુગાર કલબ ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન જુગાર રમતા ૧૨ ખેલીઓને ૫૬ હજારની રોકડ, ૧૬ હજારના મોબાઈલ, ૫૫ હજારની મોટરસાઇકલ સહિત પોલીસે કુલ ૧.૨૮ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:40 am IST)