Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઉના તાલુકાના એમલપુર હત્યા કેસના મુખ્ય આરોપીને આજીવન કેદઃ બીજા આરોપીને ર વર્ષ મહિલાને ૩ વર્ષની સજા

ઉના તા. પ :.. ઉના તાલુકાનાં એલમપુર ગામે બે વરસ અને બે મહિના પહેલા નજીવી બાબતે બોલાચાલી કરી ખુનનાં ગુનામાં એક આરોપીને આજીવન સખ્ત કેદ અને મહિલા આરોપીને ૩ વરસની સાદી કેદ અન્ય ૩-જા આરોપીને બે વરસની કેદની સજા તથા કુલ ૯૦૦૦ દંડ ઉનાની એડીસન્લ સેશન્સ કોર્ટ ફટકાર્યો હતો.

ઉના તાલુકાનાં એલમપુર ગામે ગત તા. ૪-૭-ર૦૧૭ ના રોજ કાદુભાઇ નગાભાઇ મકવાણાનાં ભાઇ મનસુખભાઇનો વાછરડો કૌટુંબીક ભાઇ અરવિંદ કરશનભાઇનાં ખેતરમાં ઘુસી જઇ ખેતીને નુકશાન કરેલ તે બાબતે બોલાચાલી થઇ હતી. તેથી તેમના દુઃખ રાખી કાદુભાઇ નગાભાઇ મકવાણા અને તેના મોટા ભાઇ નાનજીભાઇ મકવાણા સાથે સવારે મોટર સાયકલ ઉપર એલમપૂરથી ભૂતડા દાદાના મંદિરે શ્રીફળ વધેરી પાછા આવતા હતા ત્યારે આરોપી અરવિંદ કરશનભાઇ મકવાણા તેની પત્ની લીલાબેન અરવિંદ મકવાણા, ધીરૂ સોલંકી રે. એલમપુર વાળા આડા ઉભા રહી મોટર સાયકલ રોકાવી. કાદુભાઇના માંથી લાકડી મારી પછાડી દીધેલ અને અરવિંદભાઇએ ઘાસાનાં પુળામાં સંતાડેલ તલવારથી નાનજીભાઇ ઉપર હૂમલો કરેલ. છાતીનાં ડાબા ભાગે ઇજા કરી લીલાબેને તેમની પાસે રહેલ દાતરડી વતી કાદુભાઇ ઉપર હૂમલો કરેલ. હાથનાં અંગુણ આંગળીમાં ઇજા પહોંચી હતી. નાનજીભાઇને ગંભીર ઇજા પહોંચતાં ડોકટરે તેમને મરણ ગયેલ જાહેર કરેલ હતાં.

આ અંગે ઉના પોલીસમાં કાદુભાઇ નગાભઇ મકવાણાએ ૩ આરોપી સામે હૂમલો કરી ગંભીર ઇજા કરી નાનજીભાઇનું મોત નિપજાવ્યાની ફરીયાદ દાખલ કરી હતી. પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં જામીન અરજી ના મંજૂર કરી જેલ હવાલે કરેલ હતાં.

આ ખુનનાં ગુનાનો કેસ ઉનાની એ. ડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલેલ અને સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે ફરીયાદીની જુબાની, નજરે જોનાર સાક્ષીનાં નિવેદન, પોલીસ અધિકારી, ડોકટરની જુબાની એફ. એસ. એલ. રીપોર્ટ વિગેરે રજુ કરી આરોપીઓને આકરામાં આકરી સજા કરવા રજૂઆત કરી હાઇકોર્ટ જજમેન્ટો રજૂ કર્યા હતાં.

ઉનાની એડીશનલ સેન્સ કોર્ટના જજ શ્રી એસ. એલ. ઠક્કરે આરોપી સામેના પુરાવા જોતા કેસ સાબીત માની અરવિંદ કરશન મકવાણા રે. એલમપુરવાળાને આજીવન સખ્ત કેદની સજા અને રૂ. પ૦૦૦ દંડ ત્થા આરોપી ધીરૂભાઇ ચીનાભાઇ સોલંકીને બે વરસની સાદી કેદ તથા ર૦૦૦  રૂપિયા દંડ ત્થા લીલાબેન અરવિંદભાઇ મકવાણાને મદદગારી ત્થા ખુનમાં મદદગાર ત્થા ફરીયાદીને ઇજા પહોંચાડવા બદલ ૩ વરસની સાદી કેદની સજા ર૦૦૦ દંડ ફટકારેલ હતો.

આમ ઉનાની એડીશનલ સેન્સ કોર્ટ માત્ર ર વરસને બે મહિનામાં ખુનનાં બનાવનો ચૂકાદો આપ્યો હતો.

આ કેસ ચાલ્યો ત્યાં સુધી તમામ આરોપીઓ જેલમાં હતાં. અને અન્ડર ટ્રાયલ કેસ ચાલ્યો હતો.

આ બનાવમાં ફરીયાદી કાદુભાઇ નગાભાઇ મકવાણા સામે આરોપીએ કેસ કરેલ તે કેસમાં નિર્દોષ જાહેર કરેલ છે.

(11:39 am IST)