Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

રાજુલા - પીપાવાવ પેસેન્જર ટ્રેન શરૂ કરવા સાંસદ નારણભાઇ કાછડિયાને સમક્ષ ચમ્બરની રજૂઆત

ડીઝલથી ચાલતા માલગાડીના એન્જીનનું વીજળીકરણ કરવા તૈયારી

રાજુલાથી ૨૦ કિ.મી. દૂર આવેલા પીપાવાવ પોર્ટ પાસે પીપાવાવ રેલ્વે સ્ટેશન આવેલું છે. આ રેલ્વે સ્ટેશન કોવાયા અલ્ટ્રાટેક વિડીયોકોન રિલાયન્સ ડિફેન્સ પીપાવાવ પોર્ટનું મધ્યમાં આવેલું હાલ તો આ રેલ્વે સ્ટેશન દિવસ દરમ્યાન માત્ર માલગાડીનું આવન-જાવન થાય છે પરંતુ તેમાં પેસેન્જર ટ્રેન પણ આવન જાવન કરે છે તેવી માંગણી કરવામાં આવેલ છે.

   આ વિસ્તારમાંથી પીપાવાવ પોર્ટમાંથી હજારો ટન કોલસો યુરિયા ખાતર ઘઉં ચોકાનું આયાત થાય છે તે તમામ વસ્તુઓ અને તે માલગાડી રેલ્વે માર્ગ આવન જાવન થાય છે જે હાલમાં ડીઝલથી ચાલતું એન્જીન આધારીત માલગાડી છે તેના બદલે હવે વીજળીથી ચાલતું એન્જીનથી ઝડપી સ્પીડે માલગાડીનો આવન જાનવ થાય તે માટે કેન્દ્ર સરકારે અહીં વીજળીથી થાય તે માટેનો નિર્ણય લઇ લીધો છે તેમ રેલ્વે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ પીપાવાવ છેલ્લું સ્ટેશન છે ત્યાં ટૂંક સમયમાં જ વીજળીથી ચાલતા એન્જીનથી કામગીરીનો પ્રારંભ થવાનો હોય તેમ રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું

  કેન્દ્ર સરકારને રેલ્વે તંત્રને અહીં માલગાડીથી થતા પરિવહનથી ખૂબ જ કમાણી હોય છે જેથી ઇલેકટ્રીકથી રેલ્વે શરૂ થાય તો ઝડપી સમયમાં મોટો જથ્થાની અવર જવર થઇ શકે તે માટે આ નિર્ણય લીધો હોવાનું રેલ્વેના સુત્રો પાસેથી જણાવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા ભલે વીજળી કરણથી માલગાડીનું વહન થાય પરંતુ સાથે સાથે પેસેન્જર ટ્રેઇન પણ પીપાવાવ પોર્ટ સુધી આવન જાવન કરે તો આ વિસ્તારના ઘણા લોકોને પ્રવાસમાં ખૂબ જ ફાયદો થાય તેમ છે. જો આટલા મોટા પ્રમાણમાં માલગાડીઓ ચાલતી હોય તો પેસેન્જર ટ્રેઇન ચલાવવામાં આ રેલ્વે તંત્રને શું વાંધો છે તેઓ લોકોમાંથી પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. રેલ્વે તંત્ર દ્વારા ભલે વીજળીકરણથી માલગાડીનું વહન થાય પરંતુ સાથે સાથે પેસેન્જર ટ્રેઇન પણ પીપાવાવ પોર્ટ સુધી આવન જાવન કરે તો આ વિસ્તારના ઘણા લોકોને પ્રવાસમાં ખૂબ જ ફાયદો થાય તેમ હોય. આ અંગે રાજુલા ચેમ્બરના પ્રમુખ બકુલભાઇ વોરાએ સાંસદ નારણભાઇ કાછડીયાને રૂબરૂ રજુઆત કરેલ.

 
(8:54 pm IST)