Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ડિઝલ ચોરી-કારખાનાઓ તથા તેલંગણા રાજયની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

જુનાગઢ, તા.પઃ જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ એસ.જી.ત્રિવેદી તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા બનાવને હળવાસથી નહી લેવા અને તાત્કાલીક અસરથી તપાસના ચક્રો ગતીમાન કરી આ ચોરીનો ભેદ ઉકેલવા સુચના તથા માર્ગદર્શન આપી ચોરીમાં સંડોવાયેલ તમામ ઇસમોને ઝડપી પાડવા અને ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરવા સુચના કરતા આ કામે ક્રાઇમ બ્રાન્ચ,ના ઇન્ચા.પોલીસ ઇન્સ. શ્રી આર.કે.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી એન.બી.ચોહાણ તથા સ્ટાફના સાહીલ સમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વિપુલસિંહ કિરણસિંહ વિગેરે દ્વારા આ કામે બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારના સી..સી.ટી.વી. ફુટેજો મેળવી તેનુ જીણવટભરી રીતે અવલોકન કરવામાં આવેલ તેમજ ટેકનીકલ સેલના પો.કો. દિવ્યેશભાઇ ડાભી દ્વારા બનાવ સ્થળ તથા આજુબાજુના વિસ્તારના જરૂરી ડેટા મેળવી તેનુ વિશ્લેશણ કરાયુ હતું.

સીસીટીવી ફુટેઝ તથા ટેકનીકલ સેલના માધ્યમથી આ ચોરીમાં સ્કોર્પીયો ગાડી જીજે-૧૨-સીજી-૦૦૮૯ની સંડોવાયેલ હોવાનુ જાણવા મળતા તુરત જ પોલીસના ખાસ અંગત બાતમીદારો દ્વારા આ અંગે હકિકત મેળવતા તા.૦૩/૦૬/૨૦૧૯ ના રોજ હકિકત મળેલ કે, ઉપરોકત કાર જુનાગઢ ભેસાણ રોડ ઉપર અવર જવર કરતી હોય જે હકિકત આધારે તપાસ કરતા જુનાગઢ તાલુકાના બલીયાવાડ ગામ નજીક કાર મળી આવતા તેને રોકાવા જતા કાર ચાલકે કાર ભગાવેલ જેથી તેનો પીછો કરી કારને પકડી પાડેલ અને તેમાંથી ત્રણ ઇસમો કાર સાથે મળી આવેલ છે.

 પોલીસે જકરીયા  રમજાન ગુલમહમદ સમા મુશ્લીમ ઉવ.૨૮ રહે. ગામ – નના ડીનારા તા.ભુજ હાલ. રહે. ભુજ, કેમ્પ એરીયા, (૨) રશીદ જુસબ તૈયબ સમા મુશ્લીમ ઉવ.૩૭ ધંધો.ડ્રાઇવીંગ રહે. ગામ- નાનાબાંધા જહીરવાસ વાંઢ તાબે. ખાવડા તા.ભુજ જી.પશ્ચિમ કચ્છ, ૩) સનાઉલા  સીદીક મુંગર સમા મુશ્લીમ ઉવ.૨૮ ધંધો. માલઢોરનો રહે. ધ્રોબાણા તાબે. ખાવડા પો.સ્ટે. તા.ભુજ જીલ્લો- પશ્ચિમ કચ્છની ધરપકડ કરી છે.

રશીદ સમા તથા મલુક સમા તથા જકરીયા સમા તથા મામદ સમા તથા બીલાલ સમા એમ પાંચેય જણા રશીદની અલ્ટો લઇને જુનાગઢ જીલ્લાના કેશોદ આવેલ અને કેશોથી આગળ કારખાના આવેલ છે ત્યા ત્રણ કારખાનામાં ચોરી કરેલ હતી.

રશીદ સમા તથા મલુક સમા તથા જકરીયા સમા તથા મામદ સમા તથા બીલાલ સમા તથા સનાઉલા સમા એમ પાંચેય જણા મલુકની સ્કોરપીઓ ગાડી રજી નં. જીજે-૧૨-સીજી-૦૦૮૯ ની જુનાગઢ બાપયાસ નજીક આવેલ જી.આઇ.ડી.સી.માં ચોરી કરવા ગયેલ જેમાં પાંચ કારખાનામાં ચોરી કરેલ હતી. ( જુનાગઢ તાલુકા ગુ.ર.નં. ફસ્ટ ૬૭/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ રજી થયેલ છે) 

રશીદ સમા તથા મલુક સમા તથા જકરીયા સમા તથા બીલાલ સમા તથા કાસમ સમા કે જે મલુકનો ભાઇએ છે. એમ પાંચ જણા મલુકની ઉપરોકત સ્કોરપીઓ ગાડી લઇને તેલંગણા રાજયના કરીમનગર નજીક એક પેટ્રોલ પંપમાં ચોરી કરેલ હતી. ( તેલંગણા રાજયના જગતીયાલ જીલ્લાના કોડીમીયાલ પો.સ્ટે.માં ગુ.ર.નં. ૭૨/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦ મુજબ રજી થયેલ છે.)

રશીદ સમા તથા મલુક સમા તથા જકરીયા સમા તથા મામદ સમા તથા બીલાલ સમા તથા સનાઉલા સમા એમ પાંચેય જણા મલુકની સ્કોરપીઓ ગાડી રજી નં. જીજે-૧૨-સીજી-૦૦૮૯ ની લઇ બાબરા તરફ ગયેલ અને બાબરા નજીક એક ભંગારના વાળામાં રૂ.૮૦,૦૦૦/- ની ચોરી કરેલ છે.

લગભગ છ સાત મહીના પહેલા રશીદ સમા તથા મલિક સમા તથા અયુબ સમા એમ ત્રણેય જણા અયુબની અલ્ટો ગાડી લઇને ગાંધીધામ ગયેલ અને ગાંધીધામથી ભચાઉ રોડ ઉપર આશરે બે કિલોમીટરના અંતરે રોડ ઉપર ખટારા પડેલ હતા. તેની ટાંકીમાંથી આશરે ૧૦૦ લીટર જેટલા ડીજલની ચોરી કરેલ જે ચોરી કરેલ ડીઝલ ભચાઉ પિલ નિચે લતીફની ચા નિ હોટલ આવેલ છે. તેને વેચેલ હતુ.

પંદરેક દિવસ પછી રશીદ સમા તથા અયુબ સમા અને મલુક સમા ત્રણેય જણા મલુકની અલ્ટો કાર લઇને ગાંધીધામથી આશરે ૧૦ કી.મી. ભચાઉ તરફ હાઇવે રોડ ઉપર ખટારા પડેલ હતા તેમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલની ચોરી કરેલ તે ડીઝલ જે ચોરી કરેલ ડીઝલ ભચાઉ પિલ નિચે લતીફની ચા નિ હોટલ આવેલ છે. તેને વેચેલ હતુ.

રશીદ સમા તથા જકરીયા સમા અને મલુક સમા ત્રણેય જણા રશીદની અલ્ટો ગાડી લઇને ગાંધીધામ ગયેલ અને ગાંધીધામથી લગભગ દશ કે પંદર કીલો મીટરના અંતરે હાઇવે ઉપર ટ્રક પડેલ હતા તેમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલની ચોરી કરેલ તે ડીઝલ ભચાઉ પુલ નિચે લતીફશા ચા વાળાને રૂ.૪૦/- લીટરમાં વેચેલ છે.

ફ્રેબ્રુઆરી – ૨૦૧૯ માં રશીદ સમા તથા મલુક સમા બંને જણા રશીદની અલ્ટો ગાડી લઇને ગાંધીધામ ગયેલ અને ગાંધીધામથી આશરે સાત આઠ કીલોમીટર આગળ હાઇવે રોડ ઉપર ટ્રક પડેલ હતા તેમાંથી આશરે ૭૦ લીટર ડીઝલની ચોરી કરેલ જે ડીઝલ ભચાઇ લતીફશા ચા વાળાને રૂ.૪૦/- ના લીટર લેખે વેચેલ છે.

આરોપી રશીદ સમા તથા જકરીયા સમા તથા બીલાલ સમા તથા મલુક સમા દ્વરા તા.૧૯/૦૨/૨૦૧૯ થી તા.૧૯/૦૨/૨૦૧૯ દરમ્યાન રાજકોટ તથા પડધરી તથા તા.૦૨/૦૩/૨૦૧૯ થી તા.૦૬/૦૩/૨૦૧૯ દરમ્યાન ગોંડલ, અમરેલી, જામનગર જીલ્લાના જોડીયા તથા કાલાવાડ તથા સુરેન્દ્રનગર જીલ્લાના સુદામડા વિસ્તારમાં આવેલ કારખાનામાં ચોરી કરવા ગયેલ હતા જય ચોકી દાર જાગી જતા ભાગી ગયેલ હોવાની હકિકત જણાવેલ છે.

પકડાયેલ ત્રણેય આરોપી પાસેથી કેશોદ અને જુનાગઢ ચોરી કરેલ તેના રોકડા રૂ.૫,૧૧,૨૦૭/- તથા સ્કોરપીઓ ગાડી રજી નં.જીજે-૧૧-સીજી-૦૦૮૯ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ચોરી કરવા ઉપયોગ કરતા હથિયાર ડિસમીસ – ૨ તથા હથોડો – ૧ આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ.ના ઇન્ચા.પો.ઇન્સ. આર.કે.ગોહીલ તથા પો.સબ ઇન્સ. એન.બી.ચૌહાણ તથા એ.એસ.આઇ. એસ.એચ.ગઢવી તથા પો.હે.કો. બી.કે.સોનારા, વી.એન.બડવા, એચ.વી.પરમાર તથા પો.કો. સાહીલ સમા, પ્રવિણભાઇ બાબરીયા, ડાયાભાઇ કરમટા, જીતેષભાઇ મારૂ, યશપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ વાઢેળ, દિવ્યેશભાઇ ડાભી, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વિપુલસિંહ રાઠોડ, તથા ડ્રા.પો.કો. જગદીશભાઇ ભાટુ, કાનાભાઇ ડાંગર, માનસીંગભાઇ બારડ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.  આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા.પો.ઇન્સ. આર.ગોહીલ, પો.સબ.ઇન્સ.એન. બી.ચૌહાણ એએસ આઇ.એસ. એચ. ગઢવી, પો.હેડ. કોન્સ્ટેબલ, બી.કે. સોનારા, વી.એન. બડવા, એચ.વી.પરમાર, પો.કો.સાહિલ સમા, પ્રવિણભાઇ બાબરીયા, ડાયાભાઇ કરમટા, જીતેષભાઇ મારૂ,સ્કોર્પીયો ગાડી, હથોડા, ડીસમીસ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

(1:31 pm IST)