Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ(અમેરીકા-બેંગકોક)ટ્રેનીંગ-પ્રવાસ માટે જશે

જૂનાગઢ, તા.૫: રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષા પ્રોજેકટ માટે દેશમાંથી કુલ ૮ કૃષિ યુનીવર્સીટીઓ પૈકી ગુજરાતની એક માત્ર કૃષિ યુનીવર્સીટી તરીકેપસંદગી થયેલ છે. જુ.કૃ.યુ. ના  કુલપતિ ડો.એ.આર.પાઠકના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટ અંતર્ગત જુ.કૃ.યુ.ની વિવિધ કોલેજોમાંથી પસદગી પામેલ કુલ ૧૮ વિદ્યાર્થીઓ જે પૈકી ૧૧ વિદ્યાર્થીઓ કૃષિ ઇજનેરીઅને ટેકનોલોજી કોલેજ માંથી, ૪ વિદ્યાથીઓ કૃષિકોલેજમાંથી તેમજ ૩ વિદ્યાર્થીઓ મત્સ્ય વિજ્ઞાન કોલેજમાંથી આગામી દિવસોમાં યુનીવર્સીટી ઓફ કેલીફોર્નીયા, ડેવીસ (અમેરિકા)તેમજ એશિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, બેંગકોક (થાઈલેન્ડ)ખાતેકૃષિમાં ડીજીટાઈજેશન, રીમોટ સેન્સીંગ, ગ્રીનહાઉસ ઓટોમેશન તેમજએકવાટીક રિસોર્સ મેનેજમેન્ટ વિષયોનીતાલીમ માટે મોકલવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ રાજયના કૃષિ વિકાસમાં મદદરૂપ બનશે.વિદ્યાર્થીઓની આવિદેશ તાલીમ માટેનો તમામ ખર્ચ આ પ્રોજેકટ અંતર્ગત પૂરો પાડવામાં આવશે તેમજ દર વર્ષે અંદાજીત ર૦ જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે ૪ વર્ષના પ્રોજેકટ ગાળા દરમ્યાન આંતર રાષ્ટ્રીય ટ્રેનીંગમાં મોકલવામાં આવશે.

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે હાલ યોજાયેલ એક સમારંભમાં ડો.એ.આર.પાઠક કુલપતિશ્રી, જૂ.કૃ.યુ., જૂનાગઢએ આંતર રાષ્ટ્રીય ટ્રેનીંગમાંપસંદગી પામેલ તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજજવળ ભવિષ્ય માટે શુભ કામનાઓ અને આર્શિવાદ આપ્યા હતા, તેમજ જણાવ્યું હતું કે ગુજરાત રાજયની તમામ કૃષિ યુનિવર્સિટીમાંથી માત્ર જુ.કૃ.યુ.ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ પ્રકારે આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં આ પ્રોજેકટમાં નિઃશુલ્ક જવા માટે સર્વ પ્રથમ તક મળેલ છે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કૃષિક્ષેત્રે ઉચ્ચ ટેકનોલોજીની ખુબજ સારી જાણકારી મેળવવાની તક મળશે અને ભવિષ્યમાં આ પ્રકારની આધુનીક ટેકનોલોજીની જાણકારીથી વિદ્યાર્થીઓ અને રાજયના ખેડૂતોને પણ ફાયદો થશે.યુનીવર્સીટી ખાતે કૃષિમાં આર્ટી ફિસીયલ ઈન્ટેલીજન્સ, રોબોટીકસ અનેડ્રોન ટેકનોલોજીના ઉપયોગ બાબતે અદ્યતન સુવિધા ધરાવતી લેબોરેટરી બનાવવામાં આવી રહેલ છે.

     આ પ્રસંગે પ્રોજેકટના પી.આઈ. અને સંશોધન નિયામક, ડો.વી.પી.ચોવટીયા,ડો.પી.એમ.ચૌહાણ, કુલસચિવ અને પ્રોજેકટ કો–પી.આઈ., ડો.પી.વી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો.વી.આર.માલમ, નિયામકશ્રીવિદ્યાર્થી કલ્યાણપ્રવૃત્ત્િ।ઓ તેમજ અલગ અલગ કોલેજના પ્રિન્સીપાલ અને ડીનશ્રીઓએ હાજર રહી આશિર્વાદ અને શુભ કામનાઓ પાઠવી હતી.

(1:17 pm IST)