Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ધોરાજીના શનિદેવ મંદિર ખાતે શનિ જયંતી મહોત્‍સવ પ્રસંગે મોટી સંખ્‍યામાં ભાવિકોએ મહાપ્રસાદ લીધો

શનિ જયંતિ સોમવતી અમાસ સાથે આવતા લોકોમાં આનંદ

ધોરાજી, તા.૪: ધોરાજીના ઘણી કોઠા રોડ કુબેર ફરી ખાતે આવેલ મઠના ડેલામાં શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર સાથે શનિદેવ મહારાજના મંદિર ખાતે શક્‍તિ ગ્રુપ દ્વારા આયોજિત શનિ જયંતી મહોત્‍સવ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડયું હતું આ પ્રસંગે મહાપ્રસાદમાં મોટી સંખ્‍યામાં લોકોએ ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો

ધોરાજીના પાણીકોઠા રોડ ઉપર આવેલ શનિદેવ મહારાજના મંદિર ખાતે શક્‍તિ ગ્રુપ દ્વારા આયોજિત શનિ જયંતી મહોત્‍સવ અને સોમવતી અમાસ એક સાથે બે સંયોગ ભેગા થતા સવારમાં સાત વાગ્‍યાથી રાત્રિના ૧૨ વાગ્‍યા સુધી દર્શનાર્થીઓ નો મેળો જામ્‍યો હતો એ પ્રકારની ભારે ભીડ જોવા મળી હતી સવારે ૭ કલાકે મહાપુજા સાથે શનિદેવનો પ્રાગટ્‍ય મહોત્‍સવ ઉજવાયો હતો આ સમયે મોટી સંખ્‍યામાં લોકોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શનિની પનોતીમાંથી મુક્‍ત થવા માટે આસ્‍થા સાથે દર્શન કરવા માટે લોકો આવતા હતા બાદ રાત્રિના સાત વાગે મહાઆરતી યોજાઇ હતી જેમાં ધોરાજી જીઇબીના ડેપ્‍યુટી એન્‍જિનિયર રાદડીયા સાહેબ લુહાર સમાજના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ રાજુભાઈ પઢીયાર નરેશભાઈ પટણી સહિતના અગ્રણીઓ એ મહાપૂજાનો દિવ્‍ય લાભ લીધો હતો બાદ સાત કલાક બાદ ભોજન મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં લોકોએ મહાપ્રસાદ ભોજનનો લાભ લીધો હતો આ પ્રસંગે મહાપ્રસાદ બનાવવા માટે રાજુભાઈ પઢિયારની પૌત્રી ૪ વર્ષની કાવ્‍ય પઢીયાર તેમજ સોનલબેન સહિતના લોકોએ પણ સેવા બજાવી હતી અને નાની એવી ચાર વર્ષની કાવ્‍યા એ પૂરી બનાવવા માટે સતત ત્રણ કલાક સુધી સેવા આપી

શનિ જયંતી મહોત્‍સવને સફળ બનાવવા માટે શનિદેવ મંદિરના પૂજારીઓ તેમજ શક્‍તિ ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(1:14 pm IST)