Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બગસરા નજીક બાઇક ચાલકને હડફેટે લેતા મોતઃ બોલેરો ચાલકની ધરપકડ

બગસરા તા. પઃ બગસરા જેતપુર રોડ પર પાણીના ટાકા પાસે કોઇ અજાણ્યા બોલેરો ચાલક જુનાગઢ તરફ જતો હતો ત્યારે બગસરાના મોટર સાયકલ ચાલક અમૃતભાઇ ગોવિંદભાઇ બોરીચા ઉંમર પ૦ની બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઘટના સ્થળે પોલીસ દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

બગસરામાં જેતપુર રોડ ઉપર એક બાઇકને હડફેટે લેતા એક ભાઇનું મોતને ઘાટ ઉતારીને ભાગી ગયેલ બોલેરાવાળાને બીલખા આસપાસથી ઝડપી લેતા બગસરા પોલીસની આવી કામગીરી તાત્કાલિક હાથ ધરી લાશને સરકારી દવાખાને લઇ ગયા હતા.

(11:54 am IST)