Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ‘લૂ' ફેંકતા પવનથી લોકો અકળાયા

વહેલી સવારથી જ અસહ્ય ઉકળાટઃ મહત્તમ તાપમાનમાં સતત વધારાથી જનજીવન પ્રભાવિત

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને મહત્તમ તાપમાનનો પારો પણ ૪ર ડીગ્રી ઉપર ચડી જાય છે.

બપોરના સમયે ધોમધખતા તાપના કારણે રસ્‍તાઓ સૂમસામ બની જાય છે અને લોકો ગરમીથી બચવા માટે ઘરમાં જ એસી અને પંખાના સહારે રહે છે અને બહાર નીકળવાનું ટાળે છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગર સહિત રાજયભરમાં છેલ્લા કેટલાંક દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ભાવનગર શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનાં પ્રમાણમાં વધારો થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪ર.પ ડીગ્રીએ પહોંચી જતાં બપોરના સમયે શહેરના મુખ્‍ય માર્ગ પણ સુમસામ બન્‍યા હતાં ગરમીની સાથો સાથ ભેજના પ્રમાણમાં વધારો થતાં ગરમી અને બફારાથી લોકો અકળાયા હતાં.

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪ર.પ ડીગ્રી તથા લઘુતમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા અને પવનની ઝડપ ૩૪ કિલો મીટર પ્રતિ કલાક રહી હતી.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ : પંથકમાં આજે વહેલી સવારે પાંખા વાદળો છવાયાં જસદણ પંથકના લોકો છેલ્લા અઠવાડીયાથી ગરમીથી ત્રાહીમામ પોકારી ચૂકયા છે. ત્‍યારે સાથો સાથ ભેજનું પ્રમાણ પણ વધુ રહેતાં શરદી શ્વાસની બિમારી ધરાવતાં લોકોને પણ સારવાર માટે જવું પડી રહ્યું છે. આવા માહોલ વચ્‍ચે આજે વહેલી સવારે જસદણ - આટકોટ પંથકમાં પાંખા વાદળ છવાયા હતાં. સૂર્યનારાયણ દેવએ મોડા દર્શન આપતાં. વાતાવરણ ચોમાસાનાં આગમન પહેલા જેવું બની ગયું હતું.

જામનગરનું હવામાન

 જામનગર : શહેરનું હવામાન ૩૬.પ મહત્તમ ર૮ લઘુતમ ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ગરમી

રાજકોટ : ગુજરાતમાં ગઇકાલે નોંધાયેલ મહત્તમ તાપમાન નીચે મુજબ છે.

શહેર

મહત્તમ તાપમાન

અમદાવાદ

૪ર.૮ ડીગ્રી

ડીસા

૪ર.૪ ડીગ્રી

વડોદરા

૪૦.૦ ડીગ્રી

સુરત

૩૪.૪ ડીગ્રી

રાજકોટ

૪ર.પ ડીગ્રી

ભાવનગર

૪ર.પ ડીગ્રી

પોરબંદર

૩૪.૪ ડીગ્રી

વેરાવળ

૩૩.૬ ડીગ્રી

દ્વારકા

૩ર.૮ ડીગ્રી

ઓખા

૩૩.૧ ડીગ્રી

ભુજ

૩૯.ર ડીગ્રી

નલીયા

૩પ.પ ડીગ્રી

સુરેન્‍દ્રનગર

૪ર.૮ ડીગ્રી

ન્‍યુ કંડલા

૩૯.૭ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૪૧.૬ ડીગ્રી

અમરેલી

૪ર.૦ ડીગ્રી

ગાંધીનગર

૪૩.૦ ડીગ્રી

મહુવા

૩પ.૦ ડીગ્રી

દિવ

૩૪.૭ ડીગ્રી

વલસાડ

૩૪.૪ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૪૦.પ ડીગ્રી

 

(1:14 pm IST)