Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઉનાના ભાચામાં ગેરકાયદે બેફામ માટી ઉપાડવાનું બંધ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી

ઉના, તા. પ : ઉના તાલુકાના ભાચા ગામે બોગસ પરમીટ અને ગેરકાયદે માટી ચોરી અંગે અનેક રજુઆતો બાદ પગલા લેવામાં આવતા નથી. આ પ્રશ્ને ભાચા ગામના બીપીનભાઇ વિરજીભાઇ નંદવાણાએ મહેસુલમંત્રીને રજૂઆત કરીને ગેરકાયદે માટી ઉપાડવાનું બંધ કરવા તથા બોગસ પરમીટ અંગે તપાસ નહીં કરાય તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

રજૂઆતમાં જણાવેલ કે પરમીટમાં દર્શાવેલ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ત્રણ માસથી ગેરકાયદે માટી ખોદકામ ચાલુ છે.

(10:47 am IST)