Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

જી.આઈ. ડી.સી ઉદ્યોગની જગ્યાએ કોમ્પ્લેક્ષમાં વેલ્ડીંગથી દુર ઘટના સર્જાવાની શકયતા

ગોંડલ કોમોર્સિયલ કોમ્પલેક્ષમાં ફેબ્રિકેશનને લગતું કામ થતું હોવા અંગેની ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત

ગોંડલ. તા.૪ ગોંડલ શહેરમાં કૈલાસ કોમ્પ્લેક્ષ માં ડેવલોપર્સ વેચાણ ની સ્પષ્ટ શરત અનુસાર દુકાન દારે ગેરેજ,હોટલ,હેવી મશીનરી, વેલ્ડીંગ, ફેબ્રિકેશન, સહિત નાં કોમ્પ્લેક્ષ માં નુકશાન થતા ધંધા ઓ કરવા નહીં જેમનું ઉલ્લંદ્યન કરીને પાર્કિંગ ની જગ્યા ઉપર દબાણ કરી ને ફેકટરી એકટ નો ચળેચોક ભંગ કરી ઇન્ડસ્ટ્રીયલ ને લગતા કામો કરતા હોવાથી ગમે ત્યારે આગ લાગવાની શકયતા ને લઈને અન્ય વેપારી દ્વારા જિલ્લા કલેકટર ,પોલ્યુશન વિભાગ સહિત નાં ને લેખિતમાં રજૂઆત કરી જી.આઈ. ડી.સી.માં સ્થળાંતર કરવા અંગે અરજી થવા પામી છે.

              કોમોર્સયલ કૈલાસઙ્ગ કોમ્પ્લેક્ષ  વિભાગ માં આવેલ ભોલેનાથ ફેબ્રિકેશન તેમજ શામ ટીન વર્કસ દ્વારા જી.આઈ. ડી.સી.ઉદ્યોગ ને લગતા વેલ્ડીંગ ફેબ્રિકેશન અને હેવી લોખંડ ની મશીનરી નો ઉપયોગ થી ન્યુશન્સ તેમજ વેલ્ડીંગ થી આગ લાગવાની શકયતા ઓ અંગે વાંધા અરજી કરેલ છે વધુ માં જણાવ્યું છે કે કૈલાસ કોમ્પ્લેક્ષ માં મોટા ભાગે કાપડના વેપારીઓ મોલ ચલાવી ને ધંધા રોજગાર કરતા હોય જયારે કોમ્પ્લેક્ષ માં વેચાણ દુકાન વખતે ડેવલોપર્સઙ્ગ ઙ્ગવેચાણ ની સ્પષ્ટ સરતો નો ઉલ્લેખ કરીને અવાજ ,પ્રદુષણ , ગેરેજ, હેવી મશીનરી, ફેબ્રિકેશન, વેલ્ડીંગ, સહીત નાં પ્રદુષણ થાય કે ન્યુશન થાય તેવા અને કોમ્પ્લેક્ષ ને નુકશાન પહોંચાડે તેવા ધંધા ઓ કરવા નહીંઙ્ગ પરંતુ ઉપરોકત દુકાનો દ્વારા મોટા પાયે વેલ્ડીંગ, ફેબ્રિકેશન જેવા હેવી કામો પાર્કિંગ ની જગ્યાએ કરતા હોવાથી આગ લાગવા ની શકાયતાઓ સેવાઇ રહી છે ભૂતકાળમાં આવા કામો નાં લીધે ત્રણ એક વ્યકિતને મોટી ઇજાઓ પણ થવા પામી છે.ત્યારે દાદાગીરી પૂર્વક વચ્ચોવચ આડશો ઉભા કરી ને અડચણો કરતા હોય છે તેમને કારણે કોમ્પ્લેક્ષ ની પાર્કિંગ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. વેલ્ડીંગ નાં કારણે તેમજ હેવી મશીનરી નાં ઉપયોગ થી વાઈબ્રેશન દ્યોદ્યાટ પ્રદુષણ ફેલાય છે જેમને લઈને આવનારા ગ્રાહકો નાં હેલ્થ ઉપર માઠી અશર થાય છે કૈલાસ કોમ્પ્લેક્ષ માં કપડાં ના શો રૂમો માં કરોડો રૂપિયા નો માલ હોય વેલ્ડીંગ ના કારણે આગ લાગવાની શકયતા ઓ હોય તેમજ પાર્કિંગ માં વાહનો માં આગ લાગવાની શકયતા ઓ રહે છે ઉપરાંત માનવ જીવન ને મોટું જોખમ હોવાથી તાત્કાલિક ધોરણે જી.આઈ. ડી.સી.કે અન્ય ઔદ્યોગિક જગ્યાએ સ્થળાંતર કરવા કપડાં નાં મોલ માલીકે સલીમ શેખાણી એઙ્ગ લાગતા વળગતા ને લેખિતમાં રજુઆત કરી માંગ કરી છે.

(10:26 am IST)