Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગુજરાત ટુરીઝમ એવોર્ડ-ર૦રર માં દ્વારકાનો દબદબોઃ બેસ્‍ટ બીચ માટે શિવરાજપુરને સતત બીજા વર્ષે એવોર્ડ

બેસ્‍ટ પીલગરીમેજ ડેસ્‍ટીનેશન ઇન ગુજરાત-બેસ્‍ટ ફિલ્‍મ શુટીંગ ડેસ્‍ટીનેશન-દ્વારકાનો આ વર્ષે દ્વારકામાં પ્રારંભઃ કલેકટર સહિત દેવભુમી દ્વારકાને ર૦ એવોર્ડ મળ્‍યા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. પઃ તાજેતરમાં તારીખ ર જી મે-અમદાવાદ સાયન્‍સ સીટી ખાતે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં દ્વારકાનો દબદબો જોવા મળ્‍યો હતો. દ્વારકા હોટેલ અને દ્વારકા ડેસ્‍ટીનેશનને ટોટલ ર૦ એવોર્ડ મેળવ્‍યા હતા અને સમગ્ર દ્વારકા પંથકમાં આ એવોર્ડને લઇને ખુબજ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. કલેકટર દેવભુમી દ્વારકા વતી નામીનેશન માટે દિવ્‍ય દ્વારીકાની ટીમ ફાઉન્‍ડેશનના ડીરેકટર શ્રી ચંદુભાઇ બારાઇની આગેવાનીમાં સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવેલ છે. છેલ્લા ત્રણેક વરસોથી દિવ્‍ય દ્વારીકાની ટીમ દ્વારા, દ્વારકાને ટુરીસ્‍ટ ડેસ્‍ટીનેશન તરીકે પ્રમોટ કરવા માટે સંયુકત પ્રયાસો-ફાઉન્‍ડેશનના કાઉન્‍ડર મેમ્‍બર્સ શ્રી નિર્મલભાઇ સામાણી, સ્‍વ. શ્રી મનસુખભાઇ પરમાર, શ્રી ભરતભાઇ સોલંકી વગેરેના અથાગ પ્રયત્‍નોથી દ્વારકા માટે-બેસ્‍ટ પીલગરીમેજ ડેસ્‍ટીનેશન ઇન ગુજરાત-સતત ત્રીજા વરસે જીતેલ છે-આ ઉપરાંત બેસ્‍ટ બીચની ગુજરાત-શીવરાજપુર સતત બીજા વરસે જીતેલ છે. આ વરસે પહેલી વાર બેસ્‍ટ ફિલ્‍મ શુટીંગ ડેસ્‍ટીનેશન-દ્વારકાની આ વરસે ધમાકેદાર એન્‍ટ્રી થયેલ છે.
આ ઉપરાંત દ્વારકાની પ્રાયવેટ હોટેલોએ પણ ખુબજ મોટા પ્રમાણમાં પાર્ટીશઇપેટ કરેલ છે અને ૧૭ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મેળવેલ છે. ટુરીઝમ એવોર્ડ ર૦રર-એ અમદાવાદ સ્‍થિત અક્ષર ટ્રાવેલ્‍સ દ્વારા સંચાલીત ટુરીઝમ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા-ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડ (ગુજરાત ટુરીઝમ) દ્વારા પ્રમાણીત-જયુરી દ્વારા ખુબજ પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે. ટુરીઝમ એવોર્ડ ર૦રર-એ આ એવોર્ડની પાંચમી સીઝન છે અને આ ફંકશન ગુજરાત રાજયના લોકલાડીલા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને અમદાવાદ સ્‍થિત સાયન્‍સ સીટી ખાતે તાજેતરમાં યોજાયેલ હતો. આ સીઝનમાં અલગ અલગ લગભગ ૧પ૦ જેટલા એવોર્ડસ જાહેર કરવામાં આવેલ હતા, તે પૈકી દ્વારકામાં ર૦ એવોર્ડસ મળેલ છે.
ગોવર્ધન ગ્રીન્‍સ રીસોર્ટ દ્વારકાને સતત ત્રીજા વરસે ‘‘બેસ્‍ટ ગ્રીન રીસોર્ટ ઇન ગુજરાત'' એવોર્ડ ઉપરાંત, ‘‘બેસ્‍ટ ઇકો અકોમોડેશન ઇન ગુજરાત'' અને ‘‘બેસ્‍ટ વેડીંગ વેન્‍યુ ઇન દ્વારકા'' કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે. કર્ન સત્‍વ રીસોર્ટ દ્વારકાને ‘‘બેસ્‍ટ ફાઇવ સ્‍ટાર ઇન દ્વારકા૩' ઉપરાંત ‘‘બેસ્‍ટ રીસોર્ટ ઇન દ્વારકા'' કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
લેમન ટ્રી પ્રીમીયર દ્વારકાને ‘‘બેસ્‍ટ ફોર સ્‍ટાર હોટેલ ઇન દ્વારકા'', ‘‘બેસ્‍ટ રેસ્‍ટોરન્‍ટ ઇન દ્વારકા'' અને ‘‘બેસ્‍ટ માઇસ વેન્‍યુ ઇન દ્વારકા'' કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે. કલબ મહીંન્‍દરા દ્વારકાને ‘‘બેસ્‍ટ ફેમીલી કલબ ઇન દ્વારકા'' ઉપરાંત ‘‘બેસ્‍ટ ટ્રેડીશનલ રેસ્‍ટોરન્‍ટ ઇન દ્વારકા'' કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે. હોટેલ રોમાંક્રિસ્‍ટોને ‘‘બેસ્‍ટ બીઝનેશ હોટેલ ઇન દ્વારકા'' ઉપરાંત ‘‘બેસ્‍ટ ગુજરાતી ડાઇનીંગ રેસ્‍ટોરન્‍ટ ઇન દ્વારકા'' કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે.
હોટેલ વીટસ દેવભુમીને ‘‘બેસ્‍ટ મલ્‍ટી કયુઝીન રેસ્‍ટોરન્‍ટ ઇન દ્વારકા'' કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે. હોટેલ ગ્રાઉન્‍ડ દ્વારીકાને ‘‘બેસ્‍ટ થ્રી સ્‍ટાર હોટેલ ઇન દ્વારકા'' કેટેગરી હેઠળ એવોર્ડ મેળવેલ છે. હોંથોર્ન સ્‍યૂટસ દ્વારકાને પણ અલગ અલગ ત્રણ કેટેગરીમાં એવોર્ડ મેળવેલ છે.
સમગ્ર દ્વારકા ખાતે આ એવોર્ડને લઇને ઉત્‍સાહ જોવા મળી રહ્યો હોય, એવોર્ડસની નોમીનેશન પ્રક્રિયાથી શરૂ કરીને એવોર્ડ ફંકસન સુધી તમામ હોટેલીયર સાથેનું સંકલન શ્રી રવીભાઇ બારાઇ સેક્રેટરી-હોટેલ એસોસીએશન દ્વારકાની અથાગ પ્રયાસોથી થયેલ છે અને આવનારા વર્ષોમાં દ્વારકા એક ઇનોવેટીવ ટુરીઝમ ડેસ્‍ટીનેશન બને તે માટેના પ્રયાસો, હોટેલ એશોશીએશન ઉપરાંત દેવભુમી દ્વારકા ફાઉન્‍ડેશનના સભ્‍યો દ્વારા, અવિરતપણે નવા નવા આયામો ઉપર આયોજન કરવામાં આવે છે. ટુંક સમયમાં દ્વારા ખાતે એક સમારોહ આયોજીત કરીને કલેકટરશ્રીને, તેઓ વતી સ્‍વીકારેલ ટ્રોફી અને એવોર્ડ આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવશે તેમ દિવ્‍ય દ્વારીકા ફાઉન્‍ડેશનના ડીરેકટર શ્રી ઇશ્‍વરભાઇ પરમારે અંતમાં જણાવેલ છે.
વધુ વિગત માટે રવિભાઇ બારાઇ-ફોન નંબર ૭ર૮૪૯ ૧ર૩૪પ/૮૮૬૬૬ ૧પ૬૬૬ પર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

 

(3:41 pm IST)